માળીયા : અજાણ્યા શખ્સે મહિલાના વાળ પકડીને લીમડા સાથે માથું ભટકાડ્યું

- text


મહિલાએ મારી સામે આવીને કેમ ઉભો રહ્યો તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને ઇજા પહોંચાડી

 

માળીયા : માળીયા તાલુકા વીર વિદરકા ગામે પસાર થતી મહિલાની સામે આવીને અજાણ્યો શખ્સ ઉભો રહી જતા મહિલાએ મારી સામે આવીને કેમ ઉભો રહ્યો તેમ કહેતા ઉશ્કેરાયેલા આ અજાણ્યા શખ્સે મહિલાના વાળ પકડીને તેમનું માથું લીમડાના ઝાડ સાથે ભટકાડીને ઇજાઓ કર્યાની ફરિયાદ માળીયા પોલીસ મથકે નોંધાઇ છે.

આ બનાવની માળીયા મિયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના વીર વિદરકા ગામે રહેતી શારદાબેન રમેશભાઈ સુરેલા નામની મહિલા ગત તા.6 માર્ચના રોજ પોતાના ગામથી ભીમસર જતા રસ્તે પગપાળા ચાલીને જી.કે.હોટલે કામ પર જઈ રહી હતી.તે સમયે અજાણ્યો શખ્સ આ મહિલાને એકલી જોઈને તેમની સામે આવીને ઉભો રહી ગયો હતો.આથી ચોકી ઉઠેલી મહિલાએ આ શખ્સને મારી સામે કેમ આવીને ઉભો રહ્યો તેમ કહીને ટપાર્યો હતો.આથી ઉશ્કેરાયેલા આ શખ્સે મહિલાના વાળ પકડીને તેનું માથું લીમડાના ઝાડ સાથે ભટકાડ્યું હતું.જેમાં આ મહિલાને મોઢાના ભાગે ઇજા થઇ હતી.ગત માર્ચ માસમાં બનેલા આ બનાવની મહિલાએ આજે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text