મોરબીમાં હડકાયા કૂતરાનો આતંક યથાવત : બે મહિલા સહિત પાંચ લોકોને બચકા ભર્યા

- text


 પાલિકા તંત્ર નિંદ્રામાં, અગાઉ પણ કુતરાએ અનેક નિર્દોષ લોકોને બચકા ભર્યા હોવા છતાં હજુ પણ કોઈ કાર્યવાહી નહિ

મોરબી : મોરબીમાં હડકાયા કુતરાનો આતંક હજુ યથાવત રહ્યો છે. આજે સુપર માર્કેટ પાસે હડકાયા કૂતરાએ બે મહિલા સહિત પાંચ લોકોને બચકા ભર્યા છે. કુતરાના આતંકનો આ બીજો બનાવ છે. જે પાલિકા તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે. અગાઉ પણ ચાલુ સપ્તાહે જ આવો બનાવ સામે આવ્યો હતો. તેમ છતા પાલિકાએ કાર્યવાહી કરવાની તસ્દી લીધી નથી.

મોરબીમા લોકોની ભીડથી હમેશા ધમધમતા સુપરમાર્કેટ વિસ્તારમાં આજે હડકાયા કૂતરાએ રીતસરનો આતંક મચાવ્યો હતો. આ કૂતરાએ મીરાબેન કલ્યાણજી કુંડરિયા ઉ.વ. ૪૧ , ભાડજા નયનભાઈ કાંતિભાઈ ઉ.વ. ૧૭, પોલાભાઈ ભાણાભાઈ ઉ.વ. ૫૦, તુલશીભાઈ ઉ.વ. ૫૦ અને દીપતિબેન ચેતનભાઈ વાસણીયા ઉ.વ. ૩૦ને બચકા ભરી લીધા હતા. જેથી આ તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે જ કુતરાના આતંકનો પ્રથમ બનાવ સામે આવ્યો હતો. જેની સામે પાલિકાએ કોઈ કાર્યવાહી ન કરીને બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. હડકાયા કુતરાના આતંકથી નિર્દોષ લોકોને ભોગવવું પડ્યું હોવાના આ બનાવના કારણે લોકોએ માંગ ઉઠાવી છે કે પાલિકા આવા રખડતા હડકાયા શ્વાન મામલે ત્વરિત કાર્યવાહી કરે.

- text