જૂનાગઢમાં મીડિયાકર્મી ઉપર પોલીસ દમનથી મોરબી જિલ્લાનું પત્રકાર આલમ લાલઘૂમ

- text


મોરબી જિલ્લાના પ્રિન્ટ અને ઇલોક્ટ્રોનિક મીડિયા ગ્રુપે કલેકટર અને એસપીને આવેદન આપ્યું : દોષીતો સામે કડક કાર્યવાહીની માંગ

મોરબી : જૂનાગઢમાં ગઈકાલે મીડિયા કર્મી પર પોલીસે ગુજારેલા દમનથી સમગ્ર મીડિયા આલમ ખળભળી ઉઠ્યું છે.આ ઘટનાના પત્રકાર આલમમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે મોરબી જિલ્લાનું પત્રકાર આલમ પણ લાલઘૂમ થઈ ગયું છે અને પોલીસ દમનને સખત શબ્દોમાં વખોડી કાઢી મોરબી જિલ્લા પ્રિન્ટ તેમજ ઇલોક્ટ્રોનિક ગ્રુપે કલેકટર અને એસપી મારફત મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને આવેદન આપી જૂનાગઢ ઉપરાંત જામનગરમાં પણ મીડિયા કર્મી પરના હુમલાની ઘટનામાં દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મોરબી ડીસ્ટ્રીકટ જર્નાલિસ્ટ ગ્રુપના નેજા હેઠળ મોરબી જિલ્લાના પ્રિન્ટ અને ઇલોકટ્રોનિક મીડિયાના તમામ પત્રકારોએ જૂનાગઢમાં મીડિયા કર્મી પર પોલીસ દમનની ઘટના અંગે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા મારફત મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને આવેદન આપીને જણાવ્યું હતું કે, તા.12 મેના રોજ જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની યોજાયેલી ચૂંટણીના લાઈવ મીડિયા કવરેજ દરમ્યાન પીએસઆઈ એમ.પી.વાળા તથા અન્ય પોલીસ કર્મચારીઓ રીતસર ગુંડાગીરી પર ઉતરી આવીને સંદેશ ન્યુઝ ચેનલના મીડિયા કર્મી પર લાઠી વડે બહેરહેમી પૂર્વક તૂટી પડ્યા હતા.

- text

ખાખીએ સતાના મદમાં આવી જઈને મીડિયા કર્મી પર હુમલો કરીને દેશની ગરિમા જાળવતી ચોથી જાગીરનું ગળું ધોટવાનું હીન કૃત્ય કર્યું છે. દેશ અને સમાજ સમક્ષ કોઈપણ ઘટનાનું તટસ્થતાથી મૂલ્યાંકન કરીને સત્ય રજૂ કરતા પત્રકારો પર પોલીસ ગુંડાઓને પણ શરમાવે તેવી રીતે ગુંડાગીરી પર ઉતરી આવીને હુમલો કરે તો સામાન્ય પ્રજાની કેવી દશા થતી હશે ? એ ઉપરાંત જામનગરના પત્રકાર નથુભાઈ રામડાંને ઘર પર બુટલેગર લખન ચાવડાએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પત્રકારો પર વધતા જતા હુમલાને કારણે મીડિયા કર્મીઓને કામ કરવામાં ભારે જોખમ સર્જાયું છે. લોકશાહીનું ગળું ધોટવા સમાન આ પત્રકારો પરના હુમલાની ઘટનાની તટસ્થ અને ન્યાયિક તપાસ કરી દોષિતો સામે દાખલા રૂપ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કલેકટર અને એસપીને આવેદન આપતી વખતે મોરબી ઉપરાંત વાંકાનેર અને ટંકારા સહીત જિલ્લાભરના પત્રકારોએ ઉપસ્થિત રહીને મીડિયા પરના હુમલાને વખોડી કાઢી જવાબદારોને કડક સજા આપવાની ઉગ્ર માંગ કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text