મોરબીમાં સૌપ્રથમ વખત આયોજિત ઓપન માઇક તેમજ આર્ટ એક્ઝિબિશનને ઉમળકાભેર આવકાર

- text


મોરબી : મોરબીના નવયુવાનો દ્વારા સ્થપાયેલ “આર્ટ વિઝન ગ્રુપ” દ્વારા મોરબીના યુવાનોને પોતાની કલાનું પ્રદર્શન કરવા એક યોગ્ય અને સશક્ત મંચ મળી રહે તેવા હેતુસર યોજાયેલ કાર્યક્રમમાં કલાકારોના જમાવડા વચ્ચે મોરબીના અનેક નવા ઉભરતા કલાકારોએ પોતાની કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

આ કાર્યક્રમમાં 400થી વધારે લોકો એ હાજર રહી નવા કલાકારોને બિરદાવ્યા હતા.

ઓપન માઇકના સેગમેન્ટમાં 20 અલગ અલગ કળા સાથે જોડાયેલ યુવાનોએ પોતાની કલાનું આગવું પ્રદર્શન કોઈપણ સ્પર્ધાત્મક વાતાવરણના ખચકાટ વગર કર્યું હતું.

આર્ટ એક્ઝિબિશનના સેગમેન્ટમાં 21 નવ યુવાનોએ અનેક આબેહૂબ પેઇન્ટિંગ તેમજ સ્કેચની કૃતિઓનું પ્રદર્શન કર્યું હતુ.
“આર્ટ વીઝન ગ્રુપ” દ્વારા મોરબીની ક્લાપ્રેમી જનતાની સાથે સાથે મોરબીના નામી ઇન્ટરરિયર, આર્કિટેક્ટ્સને પણ આમંત્રિત કરાયા હતા. આના કારણે એક્ઝિબિશનમાં ભાગ લેનાર 8 કલાકારોને સ્થળ પર જ નવા કામના ઓર્ડર મળ્યા હતા.

કોઈપણ સ્પોન્સરશીપ વગર અને નોન કોમર્શિયલ રીતે, માત્ર ને માત્ર મોરબીના યુવાનોને એક પ્લેટફોર્મ મળે તેવા હેતુસર તેમજ મોરબીના યુવાનોને સાહિત્યક ક્ષેત્રે સક્ષમ કરવાના ઉદ્દેશ સાથે મોરબી અપડેટ તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text