મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સમસ્યાને વાચા આપવા પાંચ દિવસના ગ્રામ્ય દર્શનનું આયોજન

- text


અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વિધાર્થીઓને પછાત અને ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાના અભવે જીવતા લોકોની સમસ્યાઓનો રૂબરૂ અનુભવ કરાવશે

મોરબી : મોરબીમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા પાંચ દિવસના ગ્રામ્ય જીવન દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ ગ્રુપ વિધાર્થીઓને લઈને મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુંદી વળશે.ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓના અભાવે જીવન જીવતા ગ્રામજનોની સમસ્યાઓનો રૂબરૂ અનુભવ કરશે.

મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશના પૂનઃનિર્માણના ધ્યેય લઈને રચનાત્મક કાર્ય કરતું દેશનું નહીં પરંતુ વિશ્વ નું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. તથા વિદ્યાર્થીઓને થયેલ અન્યાયના મુદ્દે હંમેશા વિદ્યાર્થીઓના પક્ષમાં ઉભું રહેવા માટે પ્રતિબદ્ધ છે.તેજ રીતે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવનાર પેઢી અને વિદ્યાર્થીઓને શહેરોમાં જે રીતે લોકોને મોટાભાગની સુવિધા મળી રહેતી હોય છે. ત્યારે હજુ પછાતવિસ્તારોમાં અને ગામડાઓના હજુ પૂરતા પ્રમાણમાં જીવનલક્ષી સુવિધાઓ પુરી મળતી હોતી નથી. તેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આવા પછાત વિસ્તારોમાં તથા ગામડાઓમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને ગ્રામ્ય જીવન દર્શન દ્વારા લોકોનો અનુભવ કરવામાં આવે તે માટે આગામી તા.15 થી 19 મેં સુધી એમ પાંચ દિવસનું ગ્રામ્ય જીવન દર્શનનું આયોજન આવ્યું છે.જેના માટે રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ માટે શરૂ કરી દેવામાં આવ્યું છે.જેમાં વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન માટે ₹ 100ની ફી આપવાના રહેશે. અને વધુ વિગત માટે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ મનદીપસિંહ ઝાલા 7567506810 અને દિવ્યરાજસિંહ જાડેજા 9574081817 તથા  વિશ્વરાજસિંહ ઝાલા8488805020નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text