મોરબીમાં શિક્ષકના પુત્રએ ધો.12 સાયન્સમાં 99.96 પીઆર મેળવ્યા

- text


મોરબી : મોરબીની નવયુગ સ્કૂલમાં ભણતા સદાતીયા મિત અશોકભાઈએ ધો.12 સાયન્સની પરીક્ષામાં બી ગ્રુપમાં 91.53 ટકા 99.96 પીઆર સાથે એ વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે.અને મોરબી જિલ્લામાં તે પ્રથમ ક્રમે આવ્યો છે.

તેના પિતા અશોકભાઈ મોરબી તાલુકાના ખાખરાળા ગામની પ્રાથમિક સ્ફુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.આ શિક્ષક પરિવાર પુત્ર મિતના અભ્યાસ માટે છેલ્લા બે વર્ષથી મોરબી રહેવા આવી ગયા હતા.મિત પોતાની સફળતા અંગે કહે છે કે, સ્કૂલમાં દરોજજ ભણાવતા શિક્ષણને મન દઈને ગ્રહણ કરતો હતો અને પહેલેથી જ લક્ષય નક્કી કરીને દરરોજ આઠ કલાક અભ્યાસ કરીને આ સિદ્ધિ મેળવી છે.તેની આ સફળતામાં પોતાની મહેનતની સાથે માતાપિતા અને ગુરુજનોનું સતત યોગ્ય માર્ગદર્શન હોવાનું જણાવ્યું હતું.તેને આગળ ન્યુરો સર્જન બનવવાની ઈચ્છા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text