મોરબીના રંગપરમા 12 દિવસથી BSNL લેન્ડલાઈન અને વાઇફાઇ બંધ

- text


અનેક વખત રજુઆત છતાં પરિણામ શૂન્ય

મોરબી : મોરબીના રંગપરમાં છેલ્લા 12 દિવસથી BSNL લેન્ડલાઈન તથા વાઇફાઇ બંધ છે. આ બાબતે સર્વિસ સેન્ટર પર અનેક વખત ફોન તથા રજુઆત કરવા છતા પરિણામ કંઈ આવ્યું નથી. જેના કારણે ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફ ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા અન્ય ટેલિકોમ કંપનીઓ હરીફાઈમાં આગળ આવવા માટે અવનવી સ્કીમો કાઢીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જયારે બીજી તરફ તેઓને સંતોષકારક સેવા ન મળતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. આવી જ રીતે મોરબી તાલુકાના રંગપરમાં છેલ્લા 12 દીવસથી BSNL લેન્ડલાઈન તથા વાઇફાઇ બંધ છે, આ અંગે શિવશક્તિ ટેલિકોમના જયપાલસિંહ ઝાલા દ્વારા અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ સર્વિસ સેન્ટરમાંથી કોઈ જવાબ મળતો નથી કે કોઈ રીપેર કરવા પણ આવતું નથી, આ ઉપરાંત જે વ્યક્તિ ફોન ઉપાડે છે તેનું કહેવું છે કે તેઓ રિટાયર્ડ થઇ ગયા છે. આમ, ગ્રાહકને BSNLની કથળેલી સેવાથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text