સીરામીક ઉદ્યોગના સુનિશ્ચિત ભવિષ્ય માટે અણુ ઉર્જા શ્રેષ્ઠ વિકલ્પ : ડો. નીલમ ગોયલ

- text


મોરબીના પ્રવાસે આવેલા પરમાણુ સહેલી તરીકે જાણીતા નીલમ ગોયલે સીરામીક ઉદ્યોગોની સમસ્યાનું નિરાકરણ અણુમથકની સ્થાપનાથી થવાની આશા દર્શાવી

મોરબી : મોરબીનો સીરામીક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ બંધ થયા બાદ નેચરલ ગેસમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે આ સીરામીક ઉદ્યોગ માટે પાવર પ્લાન્ટ માટે જન જાગૃતિ માટે મોરબી પ્રવાસે આવેલા પરમાણુ કી સહેલી તરીકે જાણીતા નીલમ ગોયેલે ભાર પૂર્વક જણાવ્યું હતું, કે મોરબીમાં વીજ અણુમથકની સ્થાપનાથી ઉદ્યોગોની તમામ સમસ્યાઓનું સુખદ સમાધાન શક્ય છે.તેમણે મોરબીના સીરામીક ઉધોગને તાપિય ઉષ્મા ઉર્જા અને વીજળી સંપૂર્ણપણે પુરી પાડવા માટે આ કાયમી ઉકેલ દર્શાવ્યો હતો.

પરમાણુ કી સહેલી તરીકે જાણીતા નીલમ ગોયલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,ભારત દેશ 1985 થી જ નામાંકિત સંયંત્રોની સ્થાપના કરવા સક્ષમ થઈ ચૂક્યો છે. ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે. પ્રથમ વિધુત ઉર્જા અને બીજા તાપમાનના ઉજા તથા ત્રીજી મોટર વાહનો માટે જરૂરી ઈંધણ તેમજ ચોથી ખાર અને ફ્લોરાઈડ યુક્ત પાણીના શુદ્ધિકરણ એમ આ પ્રકારના પરમાણુ સંયંત્ર કો – રીએક્ટરના નામથી ઓળખાય છે વર્ષ 2012માં 500 મેગાવોલ્ટ નો ESDR ટાઇપનો કો – રીએક્ટર કલ્પ કમનમાં તૈયાર થઈ ગયો હતો. વર્ષ 2018માં 10 મેગા વોલ્ટનો કો – રીએક્ટર સંચાલિત થઇ ગયો હતો. આ રીતે વર્તમાન ભારતમાં 10 મેગા વોલ્ટ થી લઈને 500 મેગા વોલ્ટ સુધીના સંયંત્રો લગાવવા માટે સક્ષમ છે. આ સયંત્રોની મહત્વની બાબત એ છે કે તેમાં એક વખત ઇંધણ ભરવા થી તેના પછી થોરિયમ સાથે મળીને પોતાની રીતે ઈંધણ બનવવાની સક્ષમતા રાખે છે, ભારત પાસે આવા થોરિયમ નો મોટો ભંડાર છે કે ભારત પોતાની ચાર પ્રકારની આવશ્યક ઉર્જાઓની જરૂરિયાત આવા કો – રીએક્ટર દ્વારા કરે તો 6000 વર્ષો સુધી તેનું જરૂરી ઇંધણ ખાલી નહીં થાય જે પ્રાણી અને વનસ્પતિ જગત માટે સ્વચ્છ અને સુરક્ષિત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોરબી માટે વાર્ષિક આવશ્યક તાપમાન ઉર્જા અને વિદ્યુત ઉર્જા ની ગણના ને આધારે 10 મેગાવોલ્ટ થી લઈને 500 મેગાવોલ્ટ સુધીનું એક રીએકટર સ્થાપી શકાય તેમ છે. આવી સક્ષમતા અને આવશયકતા ચીનમાં હોત તો ચીને આવા પ્રકારનો સંયંત્રો 2 વર્ષમાં જ સ્થાપી દીધા હોત. પરંતુ ભારતમાં આવા પરમાણુ સંયંત્રો સ્થાપવાની જાહેરાતથીજ વિરોધ થવા માંડે છે અને હમણાં જ ભાવનગરમાં પાવર પ્લાન્ટ નાખવાનો વિરોધ થયો હતો લોકોમાં અવરનેસ ન હોવાથી, સકારાત્મક સમર્થન ન મળવાથી કંપનીએ પીછે હટ કરવી પડે છે ત્યારે મોરબીમાં માત્ર ઉદ્યોગો જ નહીં સમગ્ર જનહિત માટે પાવર પ્લાન્ટની આવશ્યકતા હોવાથી અહીંના લોકોમાં વિરોધ ઉભો ન થાય તે માટે તેઓ મોરબીમાં જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

- text

તેમણે ઉમર્યું હતું કે , મોરબીનો સીરામીક ઉધોગ ચીનને પણ ‘કાંટે કી ટક્કર’ આપી રહ્યો છે, પરંતુ સીરામીક ઉધોગમાં વપરાતા કોલગેસમાં પ્રતિબંધ આવતા તમામ સીરામીક કંપનીઓ નેચરલ ગેસ તરફ વળી ગઈ છે અને તેમાં પણ છાશવારે વિઘ્નો આવે છે.ભવિષ્યમાં આ ઇંધણમાં ઉધોગો માટે ખતરો રહેશે. ત્યારે મોરબીમાં અણુ વીજ મથકની સ્થાપના થાય તો જ ઉધોગોની ઉર્જા અને વીજળીની જરૂરિયાત પૂરેપૂરી સંતોષી શકાય એમ છે.જેનાથી આમ લોકોને પણ ખૂબ ફાયદો થશે.મોરબીમાં પાવર પાલન્ટ નાખવા માટેનો ઉજળા અવકાશો છે.જાપાનમાં અગાઉ અણુમથકો પર વિસ્ફોટ થયા હતા.જેના કારણે લોકોમાં આ પાવર પ્લાન્ટની મોટી જાનમાલની ખુવારી થશે એવો ભય રહેલો છે.પણ જાપાનમાં વિસ્ફોટો થાય બાદ ત્યાં ઘણા વીજ અણુ પ્લાન્ટ નખાય છે અને આજે જાપાન નાનો દેશ હોવા છતાં ટેકનોલોજીમાં સૌથી આગળ છે, એટલે પાવર પ્લાન્ટથી લોકોને ગભરાવવાની જરૂર નથી. બીજી તરફ હાલ જે કોલસો હવા અને પાણી માંથી વીજળી ઉતપન્ન થાય છે, તેના સામે ભવિષ્ય જોખમો છે, તેથી આપણી પાસે સૌથી વધુ થોરિયમ હોવાથી એમાંથી વીજળી ઉત્પન્ન કરીને તેનો લાભ કેમ ન લઈ શકીએ. આના માટે પહેલા જન જગૃતિ આવશ્યક હોવાથી તેઓ મોરબી આવીને શાળા કોલેજો તથા વિવિધ સંસ્થાઓ સેમિનાર આપીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text