મોરબીમાં કાલે અખાત્રીજના વણજોયા મુહૂર્તે સમૂહલગ્ન સહિત અનેકવિધ શુભકાર્યો થશે

- text


ટંકારાના હરબટીયાળીમાં લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન અને હળવદના જુના દેવળીયા ગામે કડવા પાટીદાર સમાજના સમૂહલગ્ન યોજાશે : સોનાની અઢળક ખરીદી પણ થશે

મોરબી : મોરબી જિલ્લામાં કાલે અખાત્રીજના શુભ મુહૂર્તમાં ઠેરઠેર લગ્નની શરણાઈના સુર રેલાશે . આ અક્ષયા તૃતીયાના વણજોયા શુભ મુહૂર્તમાં અનેક યુગલો લગ્નના પવિત્ર તાંતણે બંધાશે .તેમજ નવા વ્યસાયિક કાર્યોના ઉદઘાટન સહિત અનેકવિધ મંગલ કર્યો કરાશે. જ્યારે અખાત્રીજ નિમિતે સોની ખરીદવું ભારે શુભ મનાઈ છે આથી અખાત્રીજે લોકો સોનાની ખરીદી કરશે. આ સાથે ટંકારાના હરબટીયાળીમાં લેઉઆ પટેલ સમાજના અને હળવદના જુના દેવળીયા ગામે કડવા પાટીદાર સમાજના સમુહલગ્ન પણ યોજાશે

મોરબી જિલ્લામાં અખાત્રીજના વણજોયા શુભ મુહૂર્તમાં ઠેરઠેર લગ્નો અને સમૂહલગ્ન તથા નવા વ્યવસાયિક કાર્યોના મંગલ ઉદ્ધાટન સહિત અનેક મંગલ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાના હરબટીયાળીની લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે અખાત્રીજે સરદાર લેઉઆ પાટીદાર સમાજ સમૂહલગ્ન સમિતિ ટંકારા દ્વારા લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. જ્યારે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ તથા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્તતુલા અને વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધનાણીની સાકરતુલા કરાશે. આ સમુહલગ્નમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં એકઠું થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરવામાં આવ્યું છે.જયારે હળવદના જુના દેવળીયા ગામે આવતીકાલે અખાત્રીજના પાવન અવસરે માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 46 નવ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.જ્યારે આ સમુહલગ્નમાં સમાજને મદદરૂપ થવાના હેતુસર રક્તદાન કેમ્પ યોજાશે.પર્યાવરણનું જતન કરવા માટે દરેક દંપતિઓને વૃક્ષ આપીને શપથ લેવડાવવામાં આવશે.આ સમૂહલગ્નના સંદર્ભે ગામ આખાને શણગારતાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.આ ઉપરાંત ઠેરઠેર શરણાઈના સુર રેલાશે અને અનેકવિધ મંગલ કાર્યો થશે.તેમજ લોકોએ શુભ મુહૂર્ત પર સોનુ પણ ખરીદશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text