ટંકારાના લજાઇમાં બુધવારે રામામંડળ

- text


મોરબી : મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામે તારીખ 1ને બુધવારે કોટડીયા પરિવાર દ્વારા રામા મંડળ આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રામા મંડળ આખ્યાન પીઠડ ગામના પ્રખ્યાત પીઠડાઈ ગૌ-સેવા રામા મંડળ દ્વારા કરવામાં આવશે. આ આખ્યાન તારીખ 1ને બુધવારે લજાઇના જોગ આશ્રમ ખાતે યોજાશે, જેમાં સામૈયા બપોરે 4:00 કલાકે, પ્રસાદ સાંજે 6:00 કલાકે તથા રાત્રે 8:00 કલાકથી રામાપીરનું જીવનચરિત્ર જેવા પ્રસંગો ઉજવવામાં આવશે. આ રામા મંડળનો લાભ લેવા માટે તરશીભાઈ કોટડીયા, હસમુખભાઈ કોટડીયા, કાંતિલાલ કોટડીયા, નયનભાઈ કોટડીયા તથા જયભાઈ કોટડીયા દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે 9978100887 પર સંપર્ક હવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text