મતદાન કરવા ન્યુઝીલેન્ડથી ખાસ મોરબી આવેલા યુવાને લોકશાહીનું પર્વ ઉજવ્યું

- text


મોરબી : મોરબીમાં આજે લોકસભાની ચૂંટણીમાં માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે નૃત્સાહ મતદારો જાગૃત થાય તેવી બાબત સામે આવી હતી.જેમાં મૂળ મોરબીનો વતની અને હાલ ન્યુઝીલેન્ડ રહેતો યુવાન લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ખાસ મોરબી આવ્યો હતો અને આજે મતદાન કરીને તંદુરસ્ત લોકશાહીના જતન માટે દરેક નાગરિકએ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો મેસેજ આપ્યો હતો.

મૂળ મોરબીનો વતની ગુજન પારેખ નામનો યુવાન પાંચ વર્ષ પહેલાં ધંધાર્થે ન્યુઝીલેન્ડ સ્થાયી થયો હતો.ન્યુઝીલેન્ડમાં વસતા આ યુવનમાં વતન પ્રત્યે અતૂટ લાગણી છે અને દેશની લોકશાહીમાં પૂરેપૂરી શ્રદ્ધા છે.એથી ગત લોકસભાની ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું.ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી આવી હોવાથી તેમના ભાઈએ આ યુવાનને મતદાન કરવાની જાણ કરી હતી.આથી લોકશાહીમાં અતૂટ વિશ્વાસ ધરાવતો આ યુવાન ખાસ લોકશહીનું પર્વ ઉજવવા માટે ગઈકાલે ન્યુઝીલેન્ડથી મોરબી આવ્યો હતો અને આજે પોતાના મતદાન બુથ પર જઈને યુવાને મતદાન કરીને લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. તેમણે લોકશાહીના જતન માટે દરેકને પોતાનો મતાધિકાર વિવેકબુદ્ધિથી સમજી વિચારીને ઉપયોગ કરવાનો મેસેજ આપ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text