મોરબીના રંગપર બેલા નજીક કાર સળગી

- text


 

મોરબી : મોરબીના રંગપર બેલા નજીક એક કાર એકાએક સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તુરંત ઘટના સ્થળે દોડી જઈને આગને બુઝાવી નાખી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રંગપર બેલા નજીક રામદૂત પેટ્રોલ પંપ પાસે એક કારમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગી હતી. . આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ ટીમના ડી.ડી. જાડેજા, વિનય ભટ્ટ, ઉતપલ બારોટ અને પિન્ટુ નગવાડિયાએ ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

- text