ખાનપરના ગોમટેશ્વર મહાદેવ મંદિરે રામચરિત માનસ કથાનો પ્રારંભ

- text


ખાનપર ગામ સમસ્ત દ્વારા આયોજિત કથામાં અયોધ્યાવાસી શાસ્ત્રીજી કરાવી રહ્યા છે સંગીતમય કથાનું રસપાન

મોરબી : જિલ્લાના નેસડા રોડ પર આવેલા ખાનપર ગામમાં ગોમટેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં ચૈત્રી સુદ ૧ તા.૬/૪/૧૯ને શનિવારથી શ્રી રામચરિત માનસ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ અને બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી દરરોજ ચાલનારી કથાની પુર્ણાહુતી ચૈત્રી સુદ ૯ તા.૧૪/૪/૧૯ને રવિવારના રોજ થશે. દરરોજ બપોરે કથાના અર્ધવિરામ સમયે પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે. અયોધ્યાવાસી શાસ્ત્રીજી દ્વારા સંગીતમય કથા શ્રવણનો લાભ લેવા ખાનપર ગામ સહિત આજુબાજુના ગ્રામ્યવાસીઓ પણ ઉમટી રહ્યા છે ત્યારે ખાનપર ગામ સમસ્ત દ્વારા ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text