મોરબી : પક્ષીઓના પાણી માટેના નિઃશુલ્ક કુંડા વિતરણનો લાભ લેવા અનુરોધ

- text


મોરબી : કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતમાં જ આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડશે એવો વરતારો જાણકારો કરી રહ્યા છે. ત્યારે પશુ પક્ષી સહિતના અબોલ જીવોની હાલત દયનિય બનશે તેવું જણાઈ રહ્યું છે. ગામડાઓમાં કુદરતી પાણીના સ્રોતો સુકાઈ ગયા છે જ્યારે શહેરી વિસ્તારોમાં પણ પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે. ગરમીના આવા સમયે ખુલ્લા આકાશ હેઠળ વિહરતા પક્ષીઓને સીધો જ તડકો લાગે છે અને સન સ્ટ્રોકના કારણે પક્ષીઓ મૃત્યુ પામે છે. ત્યારે વધુને વધુ લોકો પક્ષીઓ માટે ઘરની બહાર તેમજ જાહેર જગ્યાઓ પર કે વૃક્ષોની છાંયામાં પાણી ભરેલા માટીના કુંડા મૂકી શકે એવા નિર્મળ ભાવ સાથે વરીયાનગર, વરીયા મંદિર મોરબી ખાતે વરિયા પ્રજાપતિ સમાજ માટે તા.30 માર્ચથી 1 એપ્રિલ સુધી પક્ષીઓ માટે પાણી ભરવાના માટીના કુંડા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે. પ્રજાપતિ રૂગનાથભાઈ વામજા, પ્રજાપતિ હંસરાજભાઈ નારણીયા  તથા પ્રજાપતિ કિશોરભાઈ મૈજડીયા નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text