મોરબીમાં અનેક સ્થળોએ થતી ગંદકી મામલે ચીફ ઓફિસરને રજુઆત

- text


શહેરની અમાનત ગણાતા જુલતા પુલ નજીક પણ ગંદકીના ગંજ : ચાર દિવસ બાદ સ્વખર્ચે ગંદકી સાફ કરાવી દેવાની સામાજિક કાર્યકરોની ચીમકી

મોરબી : મોરબીમાં થતી ગંદકી મામલે સામાજિક કાર્યકરોએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. જેમાં તેઓએ માંગ ઉઠાવી હતી કે પાલિકા વેરા ઉઘરાવે છે તો સફાઈમાં પણ પૂરતુ ધ્યાન આપે તે જરૂરી છે. ઉપરાંત તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે ચાર દિવસ બાદ તેઓ સ્વખર્ચે ગંદકી સાફ કરાવશે.

મોરબીના રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડયા અને જગદીશભાઈ બાંભણીયાએ ચીફ ઓફિસરને રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી પાલિકા વેરો ઉઘરાવવામાં જ પડી છે. શહેરમાં સફાઈનું કામ યોગ્ય રીતે થતું નથી. શહેરના અનેક વિસ્તારોમાં નિયનીત રીતે સાફ સફાઈ થતી નથી. ઉપરાંત મોરબીની અમાનત એવા જુલતા પુલ નજીક પણ પુષ્કળ પ્રમાણમાં ગંદકી ફેલાઈ છે. ત્યારે આ મામલે પાલિકાએ નક્કર પગલાં ભરવા જોઈએ.

- text

વધુમાં જણાવાયું હતું કે જો આ રજૂઆતને ચાર દિવસમાં ધ્યાનમાં લેવામાં નહી આવે તો તેઓ સ્વખર્ચે ગંદકીની સફાઈ કરાવશે. નોંધનીય છે કે શહેરની ગંદકી મામલે પાલિકા લેખિત અને મૌખિક રજૂઆતોનો ધોધ વહે છે. ત્યારે પાલિકા આ રજૂઆતને ધ્યાને લ્યે છે કે નહીં તે જોવાનું રહ્યું.

 

- text