મોરબીમાં ઉનાળો શરૂ થતાની સાથે શાકભાજીના ભાવો ભડકે બળ્યા : ગૃહિણીઓમાં કકળાટ

- text


શાકભાજીના ભાવોમાં ડબલ કે ત્રણ ગણો વધારો થતા ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું

મોરબી : મોરબીમાં ઉનાળો શરૂ થતાની સાથેજ શાકભાજીના ભાવો ભડકે બળ્યા છે.શાકભાજીમાં ડબલ કે ત્રણ ગણો ભાવ વધારો થતાં ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ જવાથી કાળો કકળાટ મચી ગયો છે.વેપારીઓના કહેવા પ્રમાણે શાકભાજીની આવકમાં 40 ટકા ધટાડો થવાથી આ ભાવ વધારો થયો છે.

મોરબીમાં ઉનાળો શરૂ થતાની સાથે શાકભાજીના ભાવોમાં ધરખમ ઉછાળો આવ્યો છે.લોકોને ગરમી કરતા શાકભાજીના ભડકે બળતા ભાવો વધુ દઝાડી રહ્યા છે.શાકભાજીના ભાવો થયેલા વધારા મુજબ એક મહિના પહેલા એક કિલો મરચા રૂ.40ના ભાવે મળતા હતા.ત્યારે તેમાથી વધીને મરચાંના ભાવ રૂ.80 થઈ ગયા છે.આજ રીતે લિબુના ભાવ 40 માંથી વધીને રૂ.100 ,ટમેટાના ભાવ રૂ.રૂ.20 માંથી વધીને રૂ.40, ગુવારના ભાવ રૂ.80 માંથી વધીને રૂ.130, કોબીચના ભાવ રૂ.5 માંથી વધીને સીધા રૂ 30, આદુના રૂ.70 માંથી વધીને રૂ.120, રીગણાના ભાવ રૂ.5 માંથી વધીને રૂ.30, વટાણાના રૂ.18 માંથી વધીને રૂ.60, ફુલાવરના રૂ.20માંથી વધીને રૂ.60 ,દૂધીના રૂ.20 માંથી વધીને રૂ.40, પાલકના રૂ.20માંથી વધીને રૂ.40, કાકડીના રૂ.30 માંથી રૂ.60 અને બટેટા રૂ.9 માંથી વધીને રૂ.18 થઈ ગયા છે.

- text

જોકે મોરબીની શાકમાર્કેટમાં મળતા એક કિલો શાકભાજીના ભાવો છે.જ્યારે શહેરના વિસ્તાર કે શેરી ગલીમાં રેકડીમાં વેંચતા શાકભાજીના ભાવો આના કરતાં પણ વધુ છે.દરેક શાકભાજીમાં ડબલ કે અમુકમાં ત્રણ ગણો ભાવ વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાય ગયું છે.અને ગૃહિણીઓમાં ભારે દેકારો મચી ગયો છે. શાકભાજીના ભાવો વધતા રોજ શેનું શાક બનાવું તે બાબત ગૃહિણીઓ માટે ચિતાનો વિષય બની છે.

- text