મોરબીના ઘરેણા સમાન મણીમંદિરની લોખંડની જાળીઓની ઉઠાંતરી!!

- text


આવારા તત્વોએ હેરિટેજ વોકની લાઈટો પણ કાઢી નાખી

મોરબી : મોરબીના ઘરેણા સમાન મણીમંદિરની લોખંડની જાળીઓની ઉઠાંતરી થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે આ જ રીતે હેરિટેજ વોકની લાઈટો પણ આવારા તત્વો કાઢી નાખતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ ઘટનાથી નગરજનોમાં રોષ પણ ફેલાયો છે.

મોરબીની ઓળખ ગણાતુ એવુ મણીમંદિર હંમેશા બહારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે આ મણીમંદિરની શોભા વધારવા તેમજ તેના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચા પણ કરવામાં આવ્યા છે. આટલા ખર્ચા તો થયા પરંતુ મણીમંદિરની સુરક્ષા સામે અનેક સવાલો પણ ઊઠ્યાં છે. તાજેતરમાં મણીમંદિરની લોખંડની જાળીઓ કોઈ ઉઠાંતરી કરી ગયું હોવાનું જાણવા મળ્યું છે.

- text

ઉપરાંત આજ રીતે શહેરના હેરિટેજ વોકની લાઈટો પણ અવારનવાર આવારા તત્વો કાઢી જતા હોવાનું પણ સામે આવ્યું છે. જો કે તંત્રએ અનેક વખત આ હેરિટેજ વોકમાં લાઈટો ફિટ કરાવી છે. પરંતુ બાદમાં ધીમે ધીમે કરીને એક પછી એક લાઈટો ગુમ થઈ જાય છે. આમ શહેરના ઘરેણા સમાન મિલ્કતોની ચીજવસ્તુઓ આવારા તત્વો ઉઠાંતરી કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર આ મામલે ગંભીર બન્યું નથી. જો કે આવી શરમજનક ઘટનાઓથી નગરજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

- text