મોરબીના ઝૂલતાપુલની હાલત  ડામાંડોળ  : મોટી દુર્ઘટનાનો ભય

- text


અજંતા કંપનીએ ઝૂલતા પુલના રિપેરીગ માટે સહયોગ માગ્યો પણ તંત્રનું ઉદાસીન વલણ :  કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં ઝૂલતા પુલનું સમારકામ કરવાની માંગ

મોરબી : સૌરાષ્ટ્રના પેરીસ  ગણાતા મોરબીના ઝૂલતાપૂલની ઘણા સમયથી ધોર અવદશા થઈ ગઈ છે.મોરબીની શાન ગણાતા આ ઝૂલતાપૂલ એટલી હદે ખખડધજ બની ગયો છે કે ,ગમેં ત્યારે મોટી દુર્ઘટના સર્જવાનો ભય ઝળુંબી રહ્યો છે.જોકે આ ઝૂલતા પુલનું સંચાલન સભાળતી અંજતા કંપનીએ ઝૂલતાપુલના રિપેરીગ માટે તંત્ર  પાસે સહયોગ માન્યો છે.પરંતુ હજુ સુધી તત્રની તંત્રની આ દિશામાં કોઈ હિલચાલ થઈ નથી.ત્યારે કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં ઝૂલતાપૂલનું સમારકામ કરવાની લોકોમાં માંગ ઉઠી છે.
મોરબી સૌરાષ્ટ્રનું પેરિષ ગણાય છે.આ સૌરાષ્ટ્રના પેરીસ ની ઓળખ મોરબીના ઝૂલતાપૂલ અને નહેરુગેટ સહિતનો ઐતિહાસિક જાજરમાન કલા વારસો છે.જોકે ભારતમાં બે જ ઝૂલતા પુલ છે.જેમાં લક્ષમણ ઝુલા અને મોરબીનો ઝૂલતાપૂલ છે.મોરબીનો ઝૂલતા પુલ રાજાશાહી વખતમાં મચ્છુ નદીની વચ્ચોવચ્ચ બંધાયેલો હોવાથી આ ઝૂલતાપુલ પર સફર કરવી રોમાંચક છે.જોકે ઘણા વર્ષોથી અંજતા કંપની આ ઝૂલતાપુલનું સંચાલન સંભાળે છે.પરતું ઝૂલતાપૂલની યોગ્ય માવજતના અભાવે ધીરેધીરે આ પુલની ઘોર અવદશા થતી ગઈ છે.અત્યારે આ ઝૂલતાપૂલની એટલી હદે ખરાબ દશા થઈ ગઈ છે કે તેમાં સફર કરવી અઘટિત ઘટનાને આમંત્રણ આપવા બરોબર છે.
તંત્રની ઉદાસીનતાને કારણે અગાઉ આજના કંપનીએ કલેકટર અને ચીફ ઓફિસરને પત્ર લખી ઝૂલતાપૂલનું સંચાલન છોડી દેવાની તૈયારી પણ દર્શાવી હતી.પરંતુ આ દિશામાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.દરમ્યાન થોડા સમય પહેલા ઝૂલતાપૂલની ખરાબ હાલતથી ચિંતીત અજંતા કંપનીએ ફરી કલેકટર અને ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે,ઝૂલતાપૂલના રિપેરીગનો આશરે રૂ. 1 કરોડ જેટલો ખર્ચ થાય તેમ છે.તેથી ઝૂલતાપૂલમાં અવરજવર કરવા માટે લેવાતા ચાર્જમાં ભાવ વધારો કરવાની મજુરી આપો તો અને આ ખર્ચ ઉપાડી શકીએ.પરંતુ તંત્રએ હજુ સુધી આ મામલે કોઇ દરકાર કરી નથી.બીજી તરફ ઝૂલતાપુલની ખરાબ હલતને લીધે ચાલી પણ શકાય તેમ નથી અને લપસી જવાય તેવી સ્થિતિ છે.તેથી ઝૂલતાપૂલની સફર માણવા આવતા દેશ વિદેશના સહેલાણીઓ ઉપર જોખમ ઉભું થયું છે.તેથી તંત્ર આ બાબતે ગંભીર બને તેવી લોકોમાં માંગ ઉઠી છે.

- text