મોરબી સિવિલમાં ઓર્થોપેડિક સર્જનની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને રાજકોટ સુધીના ધક્કા

- text


તાત્કાલિક ધોરણે ઓર્થોપેડિક સર્જનની ભરતી કરવા સામાજિક કાર્યકરની કલેકટરને રજુઆત

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જનની જગ્યા ખાલી હોવાના કારણે સમગ્ર પંથકના દર્દીઓને રાજકોટ સુધી લંબાવવું પડે છે. ત્યારે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જનની ભરતી કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.

ટંકારાના સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ જિલ્લા કલેકટરને રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોકટરની જગ્યા ખાલી છે. અહીંના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ સિવિલ હોસ્પિટલ પર આધાર રાખતા હોય ત્યારે હાડકાની કોઈ તકલીફ વખતે દર્દીઓને છેક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે.

- text

ટંકારા તાલુકાના અનેક દર્દીઓ જ્યારે મોરબીની હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચ્યા છે ત્યારે ખબર પડે કે અહીં તો ઓર્થોપેડિક સર્જન જ નથી. બાદમાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જવું પડ્યું હોય તેવા અનેક દાખલાઓ છે. દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ઓર્થોપેડિક સર્જનની જગ્યા ભરવામાં આવે તેવી માંગ છે.

- text