ત્રાસ ગુજારીને છૂટાછેડાનું દબાણ કરતા સાસરિયાઓ સામે પરિણીતાની રાવ

- text


મોરબી : મૂળ કોડીનારની તેમજ હાલ રાજકોટના યુવાન સાથે પરણીને અમદાવાદ ખાતે રહેતી પરિણીતાએ પોતાના જ સાસરિયાઓ વિરુદ્ધ પતિની ચઢામણી કરીને છુટ્ટાછેડા માટે દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ અમદાવાદ વસ્ત્રાપુર પો.સ્ટેમાં કરી છે.

બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ કોડીનારની તેમજ હાલ અમદાવાદમાં નયનદીપ એપાર્ટમેન્ટ, ચીફ જસ્ટિસ બંગલોની પાછળ રહી લોન ફાયનાન્સનો વ્યવસાય કરતી તેજસ્વી રાજેશ પારેખે પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ ગુજારી બળજબરી પૂર્વક છુટ્ટાછેડા કરી આપવાનું દબાણ કરતા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પો.સ્ટે.માં નોંધાવી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા અનુસાર લોન ફાયનાન્સના કામ બાબતે 2017 માં સ્મિત પારેખ સાથે ઓળખાણ થતા અને પરિચય પ્રેમમાં પરિણમતા બન્ને પરિવારોની સહમતીથી બે વરસ બાદ લગ્ન કરવાની બોલીએ સગાઇ થઈ હતી. સગાઈના એકાદ વરસ દરમ્યાન જ કોઈ અગમ્ય કારણોસર સાસરિયાઓ તેમના વિરુદ્ધ થઈ ગયા હતા અને મારા મંગેતર સ્મિત ઉપર સગાઈ તોડી નાખવાનું દબાણ કરતા હોય મારા મંગેતર ન માનતા મારા ઉપર પણ માનસિક દબાણ કરતા અમો બન્નેએ સિવિલ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ અમો પતિ પત્ની અમદાવાદ રહેતા જ્યાં રાજકોટથી વારંવાર મારા સાસરિયાઓ આવીને મને છુટ્ટાછેડા કરી લેવા માનસિક શારીરિક ત્રાસ આપતા તેમજ મારા પતિને ઇમોશનલ બ્લેકમેલ કરીને મારી સાથે છુટ્ટાછેડા લેવા દબાણ કરતા. આ રીતે મારા પતિને ભોળવીને તથા ઇમોશનલ બ્લેકમેલ કરીને રાજકોટ પરત બોલાવી મારાથી અગળા કરી મારી વિરુદ્ધ કાન ભંભેરણી કરી ઉશ્કેરતા મારા પતિએ મારી સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text