પ્લાસ્ટિક મુક્ત નહિ પ્લાસ્ટિક યુક્ત મોરબી : પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ધમધોકાર વેપલો

- text


પ્લાસ્ટિક પ્રતિબંધ આદેશની અમલવારી કરવાનું પાલિકા ભૂલી ગઈ : ૫૦૦૦ નોન વુવન બેગ પાલિકામાં સડે છે !!

મોરબી : આરંભે શુરી મોરબી નગર પાલિકા પર્યાવરણને નુકશાન કરતા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદી શરૂઆત તો ખૂબ સરસ કરી હતી પરંતુ એક વરસ કરતા ઓછા સમયગાળામાં નિયમિત ચેકીંગ બંધ કરી દેતા શહેરમાં ફરી પાછા પ્લાસ્ટિકના ઝભલા અને પ્લાસ્ટિક કપ, ગ્લાસનો ખુલ્લે આમ વેપલો શરૂ થઈ જતા મોરબી પ્લાસ્ટિક મુક્ત થવાને બદલે પુનઃ પ્લાસ્ટિક યુક્ત બની ગયુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના તત્કાલીન ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરી પર્યાવરણ બચાવવા રાજ્યમાં સૌ પ્રથમ કહી શકાય તેવી પહેલ કરી ૨૦ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકને પ્રતિબંધિત કરવાની સાથે સાથે વેફર્સ, બિસ્કિટ જેવા ખાદ્ય પદાર્થના ઉત્પાદકોને પણ નોટિસ ફટકારી શહેરમાં કડક પણે પ્લાસ્ટિક વપરાશને બંધ કરાવ્યો હતો.

- text

પરંતુ આરંભે સુરા ઉક્તિ મુજબ મોરબીમાં પર્યાવરણને નુક્શાનદેહ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ અમલી હોવા છતાં પણ પાલિકાની ભૂલક્કડ નીતિ અને હપ્તાખોરીને પાપે આજે શહેરના તમામ વિસ્તારમાં અને ખાસ કરીને નગરપાલિકા બિલ્ડીંગથી ૨૦૦ મીટરના વિસ્તારમાં ખુલ્લે આમ પ્લાસ્ટિકના ઝભલા, કપ, ગ્લાસ સહિતની યુઝ એન્ડ થ્રો આઇટમો વેપારીઓ બે ઝીઝક વેચી રહ્યા છે અને વપરાશ કરનારા લોકો પણ નિર્ભિક પણે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે, લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણ માટે ખતરારૂપ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ એટકે તે માટે પાલિકા દ્વારા નોન વુવન બેગ બનાવવામાં આવી હતી જે છેલ્લા લાંબા સમયથી પાલિકામાં સડી રહી છે.

જો કે ગુજરાતમાં પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ થવી નવી વાત નથી, ગાંધીના ગુજરાતમાં વર્ષોથી દારૂ બંધી અમલમાં હોવા છતાં નિષ્ઠાના અભાવે ખુલે આમ દારૂ પણ મળી રહ્યો છે ત્યારે પ્રતિબંધિત ઝભલા મળે એ આશ્ચર્યજનક ન હોવાનું બુદ્ધિજીવી લોકો માર્મિક ટકોરમાં જણાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text