મોરબીમાં 3 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ ગુજારનાર ઢગો ઝડપાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી માસુમ બાળાને લાલચ આપી પડોશી પરણિત ઢગાએ તેના ઘરમાં લઈ જઈને દુષ્કર્મ આચાયું હતું.આ ઘૃણાસ્પદ ઘટનામાં બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ હેવાન શખ્સને દબોચી લીધો હતો.

- text

મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરા નગરમાં રહેતા એક શ્રમિક પરિવારની નિર્દોષ પારેવા જેવી 3 વર્ષની માસુમ પુત્રી શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ તેના ધર પાસે રમતી હતી.તે સમયે તેના ઘરની બાજુમા રહેતા આશરે 45 વર્ષની ઉંમરના રમેશ બાબુ કોળીએ માસુમ બાળા પર નજર બગડી હતી અને તેણે બાળા કોઈ વસ્તુની લાલચ આપીને તેના ઘરમાં લઈ ગયો હતો બાદમાં આ હેવાન શખ્સએ પૌત્રી જેવડી ઉંમરની માસુમ બાળાની પીખી નાખી હેવાનીયતભયું દુષ્કૃત્ય આચર્યું હતું . બાળાના પિતાએ આ બનાવની પાડોશી ઢગા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી ઢગાને ઝડપી લીધો હતો. બી ડિવિઝન પોલીસના જણાવ્યા મુજબ આરોપી પરણીત છે અને તેને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. ગઈકાલે તેની પત્ની અને સંતાનો કામસર બહાર હોવાથી એકલા રહેલા ઢગાના મનમાં કામ વાસના જાગી હતી. આ વાસનાધ શખ્સ પૌત્રી જેવળી ઉંમરની બાળાને હવસનો શિકાર બનાવી હતી. પોલીસે હાલ આ આરોપીની ધરપકડ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

 

- text