મોરબીના જલારામ મંદીરનો દ્વાદશમ્ પાટોત્સવ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો

- text


મોરબી : વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદીરનો દ્વાદશમ્ પાટોત્સવ તેમજ નવનિર્મિત જલીયાણેશ્વર મહાદેવ મંદીર તથા સાંઈ બાબા મંદીર નો પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. તે ઉપરાંત નવનિર્મિત શ્રી રઘુવીર પ્રાર્થના હોલ પણ ભક્તજનો માટે ખુલ્લો મુકવામા આવ્યો હતો.

- text


જે અંતર્ગત મહાયજ્ઞ તેમજ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમા યજમાન પદે શ્રી વિજય ભાઈ વનેચંદ ભાઈ દોશી પરિવાર તથા શ્રી ચંદ્રવદન ભાઈ ચીમનલાલ પુજારા પરિવાર બિરાજમાન થયા હતા અને આચાર્ય તરીકે શાસ્ત્રીશ્રી હરકાંત ભાઈ ખેલશંકર વ્યાસ બિરાજમાન થઈને શાસ્ત્રોક્ત વિધિ કરી હતી. ત્યાર બાદ ધ્વજારોહણ તેમજ અભિષેક ,બીડું રોપણ તેમજ પ્રતિષ્ઠા વિધિ કરાઈ હતી.આ ઉપરાંત બીજા દિવસે પ્રભાતધુન, મહાઆરતી તેમજ સર્વજ્ઞાતિય ભક્તજનો માટે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી જલારામ પ્રાર્થના મંદીર મોરબી દ્વારા કોઈપણ પ્રકારના નાતજાત ના ભેદભાવ વીના બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, વૈકુંઠરથ સેવા, અંતિમયાત્રા બસ, શબવાહીની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ સાંજે પ્રસાદ, દરગુરુવારે મહાપ્રસાદ, પ્રાર્થના હોલ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓ ની સેવા, સામુહીક અસ્થિવિસર્જન સહીત ની સેવાઓ પ્રદાન કરવા મા આવે છે. ત્યારે પ્રવર્તમાન વર્ષ માટે ગુરુવાર પ્રસાદ નોંધાવવા માટે શ્રી નિર્મિત ભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ નો સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, શ્રી લોહાણા મહાજન, શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદીર મહીલા મંડળ, શ્રી રઘુવંશી યુવક મંડળ, વીર દાદા જશરાજ સેના સહીત ની સંસ્થા ના આગેવાનો જહેમત ઉઠાવી હતી.

- text