મોરબી : સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા શ્રેયસ વિદ્યાલયના છાત્રો

- text


મોરબી : મોરબીની શ્રેયસ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે સિવિલ હોસ્પિટલની વિઝીટ ગોઠવવામા આવી હતી. આ વિઝીટ દરમિયાન વિદ્યાર્થીઓને હોસ્પિટલને લગતી તમામ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

મોરબીની શ્રેયસ હોસ્પિટલ દ્વારા વિદ્યાર્થીઓ માટે સિવિલ હોસ્પિટલની વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૫ જેટલા વિદ્યાર્થીઓએ સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડની મુલાકાત લીધી હતી. આ તકે હોસ્પિટલના સ્ટાફ દ્વારા છાત્રોને વિવિધ માહિતી પણ પુરી પાડવામાં આવી હતી. આ મુલાકાતને સફળ બનાવવા માટે શાળાના સંચાલક ધીરૂભાઇ પિત્રોડા, આચાર્ય જીતુભાઈ પિત્રોડા, જ્યોતિબેન સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text