મોરબીના શિંગના કારખાનામાં ચોરી

- text


મોરબી : મોરબી નજીકના સિંગના કારખાનામાંથી તસ્કરો ત્રાટકયા હતા અને કારખાનામાંથી રોકડ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને ટીવીનું સેટટોપ બોક્સ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ ચોરીના બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા ધર્મેન્દ્રભાઈ ત્રિભોવનભાઈ પટેલ ફરિયાદ મોરબી નજીક ઘૂટું રોડ પર ધરતી સિંગ નામના કારખાનું ધરાવે છે. આ કારખાનામાં ગતરાત્રીના સમયેતસ્કરો ખબકયા હતા અને તસ્કરો કારખાનાની ઓફિસમાં રાખેલા રૂ.૪૧૦૦૦ રોકડા તેમજ કારખાનાના સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા સેટટોપબોક્સ સહીત કુલ ૪૬૦૦૦નો મુદામાલ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. તાલુકા પોલીસે કારખાનેદારની ફરિયાદ આધારે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી પંથકમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે અને તસ્કરો જાણે મોરબી પંથકમાં રેઢારાજ હોય તેમ અવાર નવાર નાનીમોટી ચોરીના બનાવોને અજામ આપી રહ્યા છે.તેથી પોલીસ તસ્કરોને કડક હાથે ડામી દેવા નક્કર કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text