મોરબી : ગેરકાયદે ગોશાળા બચાવવા ગૌસેવકે જ ફાયરીગ કરાવી ખોટી ફરિયાદ કર્યાનો ધડાકો

- text


એલસીબીએ કહેવાતા ગૌસેવકની કરતૂતનો ભાડાફોડ કર્યો : ગૌસેવક સહિત ચાર આરોપીઓની ધરપકડ : એક આરોપી ફરાર

મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે ગૌસેવકની કાર પર થોડા દિવસો પહેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરીગ કર્યાના ચકચારી બનાવમાં એલસીબીની તપાસમાં ખુદ ફરિયાદી કહેવાતો ગૌસેવક આરોપી હોવાનો ભાંડાફોડ થયો હતો, આ કહેવાતા ગૌસેવકે જ પોતાની ગેરકાયદે રહેલી ગૌશાળા બચાવવા માટે ભાડૂતીમારાની મદદથી અન્ય જગ્યાએ કારમાં ફાયરીગ કરી આ સ્થળે ઉભી રાખીને પોતાના પર ફાયરીગ કર્યાની ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી હોવાનો પોલીસની તપાસમાં પર્દાફાશ થયો હતો.પોલીસે હાલ ગૌસેવક સહિત ચાર શખ્સોને ઝડપી લીધા છે.

આ ચકચારી બનાવની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો આ અનુસાર મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી પોતાની નિરાધાર ગૌશાળા પાસે ગૌરક્ષક દિનેશભાઇ રામજીભાઈ લોરીયા ગત તા.12 ફેબ્રુઆરીએ પોતાની સ્કોર્પિયો કારમાં બેઠા હતા,તે સમયે બે અજાણ્યા શખ્સો બાઇકમાં આવી અને તેમની કારમાં ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હોવાનો બનાવ બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર થયો હતો, આ બનાવ બાદ ગૌરક્ષકે પોતાના પર જાન લેવા હુમલાનો પ્રયાસ થયાની ફરિયાદ નોંધાવી હતી.આથી બી ડિવિઝન અને એલસીબીએ આ બનાવની પ્રાથમિક તપાસ કરતા જ આ બનાવ શંકાસ્પદ લાગ્યો હતો તેથી એસ.પી ડો.કરનરાજ વાધેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ વી બી.જાડેજા, પીએસઆઇ આર.ટી.વ્યાસ સહિતના એલસીબી સ્ટાફે આ બનાવની ગહનતાથી તપાસ કરતા ગોસેવક જ ખુદ આરોપી હોવાનો ભાંડાફોડ થયો હતો.

- text

પોલીસના જણાવ્યા પ્રમાણે મળેલી હકીકતના આધારે ફરિયાદ ગૌસેવકે પોતાની જમીન બચાવવા ખોટી ફરિયાદ કરી હોવાનુ ખુલ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે શકદારો અને સાહેદ અશ્વિન પરમાર અને કચ્છ ભચાઉના ચાર શખ્સોની મદદથી આ કારસ્તાન આચર્યું હતું. ગૌસેવકે આ ચાર શખ્સોની મદદથી ભચાઉ પાસે પોતાની કારમાં ફાયરીગ કરી બાદમાં પોતાની મહેન્દ્રનગર પાસેની ગૌશાળા નજીક કાર રાખીને પોતાના પર ફાયરીગ કર્યા હોવાનું જણાવીને પોલીસને ઊંધા ચશ્મા પહેરાવ્યા હતા.

આ ગૌસેવકની મહેન્દ્ર નગર પાસે જે ગૌશાળા આવેલી છે તે ગેરકાયદે છે.ગૌશાળાની પાછળ ટાઉનશીપ બને છે.તેનો રસ્તો ગૌશાળામાંથી નીકળે છે.તેથી આ ગેરકાયદે રહેલી ગૌશાળા હટાવવાની હિલચાલ થતા ગૌસેવકે 15 દિવસ અગાઉ પોતાના પર હુમલો થાય તેવી પોલીસના અરજી આપી ને આ તુર્ત કર્યું હતું.પોલીસે હાલ ગૌસેવક દિનેશભાઇ લોરીયા તેમજ ભચાઉના ચાર શખ્સો ઈબ્રાહીમ ઇસ્માઇલ તરાયાં, સિકંદર ઓસમાણ તરાયા, સિકંદર ઇસ્માઇલ તરાયા, અબ્દુલ ઇશમાઇલ તરાયાને દેશી તમચા સાથે ઝડપી લીધો છે તેમજ અરોપી અશ્વિન પરમારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text