મોરબી : મચ્છુ નદીના પ્રદૂષણને સત્વરે દૂર કરવા મુખ્યમંત્રીને રજુઆત

- text


શહેરીજનોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે : સામાજિક કાર્યકર નિર્મિત કક્કડ

મોરબી : શહેરમાંથી પસાર થતી મચ્છુ નદીમાં પ્રદૂષણે માજા મૂકી છે, કેમિકલયુક્ત ઝેરી રસાયણોનો નદીમાં નિકાલ થઇ રહ્યો છે, અધૂરામાં પૂરું ગટરનું ગંદુ પાણી પ્રદૂષણમાં વધારો કરી રહ્યું છે જેથી આ પાણીનો ઉપયોગ કરતા શહેરીજનોના આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે સામાજિક કાર્યકર નિર્મિત કક્કડે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વિનંતી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન દ્વારા અનાવવા વિવિધ નદીઓને શુદ્ધ બનાવવા માટે જનતાને પણ આહવાન કરી રહ્યા છે, પરંતુ આ દિશામાં મચ્છુ નદીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત શહેરની મુલાકાતે આવેલા રાજનેતાઓએ પણ મચ્છુ નદી પર રીવરફ્રન્ટ બનાવવાની વાતો કરી હતી, પરંતુ આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પસાર થતા લોકોએ દુર્ગંધથી બચવા મોં આડો રૂમાલ રાખવો પડે છે, જીવજંતુ તથા મચ્છરોનો ઉપદ્રવ આરોગ્ય માટે ચિંતાજનક હદે વધી ગયો છે. પ્રજાને રીવરફ્રન્ટના સોનેરી સપનાઓ બતાવવામાં આવ્યા છે, પણ પરિણામ શૂન્ય છે.

- text

નગરપાલિકા બોર્ડમાં મચ્છુ નદીની સફાઈ અંગેના એજન્ડાનો ભૂતકાળમાં સમાવેશ કરાયો હતો, પણ તેમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સૌરાષ્ટ્રનું એક સમયનું પેરિસ ગણાતી મોરબી નગરીની મચ્છુ નદીની આ હાલત પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને આવેદન કરવામાં આવ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

ફાઈલ ફોટો

 

- text