યુપીમાં પોલીસ પર હુમલાના ગુનામાં ફરાર આરોપી ટંકારામાંથી ઝડપાયો

- text


ટંકારા : ઉત્તરપ્રદેશમાં પોલીસ પર હુમલો, લૂંટના ગુનાનો નાસતો ફરતો આરોપી ટંકારાના ખીજડિયા ચોકડી પાસે હોવાની ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસે તેને દબોચી લઇને યુપી પોલીસને સોંપી દેવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર આજે ટંકારા પોલીસને બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશના ચાંદપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોલીસ પર હુમલો કરવાના બનાવનો અરોપી નાસતો ફરતો ટંકારાના ખીજડિયા ચોકડીએ છુપાયો છે.આ બાતમીના આધારે ટંકારા પોલીસે ખીજડિયા ચોકડી પાસે દોડી જઈને આરોપી રાઘુભાઈ વેસ્તાભાઈ ભીલ ઉ.વ.23 ને ઝડપી લીધો હતો. ટંકારા પોલીસે જણાવ્યું હતું કે આ આરોપી સામે યુપીમાં પોલીસ પર હુમલો અને લૂંટ કરવાનો ગુનો નોંધાયો હતો.આ ફરાર રહેલા આરોપીને ઝડપીને ટંકારા પોલીસે યુપી પોલીસને હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text