હળવદના જુના દેવળીયા ગામે ૬૪ બોટલ વિદેશી દારૂ પકડાયો

- text


હળવદ : હળવદના જુના દેવળીયા ગામે વિદેશી દારૂની ૬૪ બોટલ સાથે પોલીસે બે શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પ્રાથમિક પૂછપરછમા અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે નદીના પટમાં પોલીસે દરોડો પાડીને રૂ. ૨૬૧૦૦ની કિંમતના ૬૪ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે વિજય ઉર્ફે બરેલી મનજીભાઈ ભીમાણી અને વિજય જયંતીલાલ અઘારાને પકડી પાડ્યા હતા. આ સાથે પ્રાથમિક પૂછપરછમા આસીફ ઉર્ફે અશોક ઇકબાલભાઈ મુલતાનીનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

ફાઈલ ફોટો

 

- text