હળવદ :ફર્શ પર ઢોલાયેલા પાણીમાં લપસી જતા વૃધ્ધનું મોત

- text


હળવદ : હળવદની હરિનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધનું ફર્શ પર ઢોલાયેલા પાણીમાં લપસી જતા પડી જવાથી મોત નીપજ્યું હતું.હળવદ પોલોસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના સરારોડ ઉપર આવેલી હરિનગર સોસાયટીમાં રહેતા ડાયાભાઈ ખીમજીભાઈ વરમોરા ઉ.વ.70 નામના વૃધ્ધ ગઈકાલે પોતના ઘરના પહેલા માળે આવેલા રૂમમાં હતા.તે વખતે રૂમમાં ફર્શ પર ઢોળાયેલા પાણીમાં તેઓ ચાલવા જતા પાણીમાં પગ લપસી જવાથી પડી ગયા હતા.અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text