હળવદ : પંચાસરી શાળાના બાળકોને પ્રીતિ ભોજન કરાવતા મામલતદાર

- text


હળવદ : હળવદની શ્રી પંચાસરી વા.વિ. પ્રાથમિક શાળામાં ભણતા ધો.૧થી પના તમામ વિદ્યાર્થીઓને આજે હળવદના મામલતદાર દ્વારા મિષ્ઠાન સાથે ભરપુર શુધ્ધ ભાણું જમાડી બાળકોને આનંદની અનુભૂતિ કરાવી હતી.

હળવદની પંચાસરી વા.વિ.ની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧થી પના અનુ.જનજાતિના આદિવાસી બાળકોને હળવદ મામલતદાર વી.કે. સોલંકી સહિત તેમના પરિવાર સાથે ભુખ્યાને ભોજન પીરસી આનંદની અનુભૂતિ કરી હતી. તો સાથો સાથ મામલતદાર વી.કે. સોલંકીના પુત્રી દ્વારા બાળકોને રમત-ગમતની પ્રશ્નોતરી કરી બાળકોને આનંદ પ્રમોદ કરાવ્યો હતો. આ તકે હળવદ મામલતદાર વી.કે.સોલંકી અને તેમના પત્ની, પુત્રી સાથે પંચાસરી શાળા ખાતે મુલાકાત લઈ બાળકો સાથે હળવી પળો માણી હતી. તો સાથોસાથ સોલંકી પરિવારએ શાળાના શિક્ષકો સહિત પંચાસરીના બાળકો સાથે ભેગા બેસીને સાદગી, સરળતા અને માનવતાની મહેક પ્રસરાવી હતી.

- text

આ તકે શાળાના આચાર્ય ગજેન્દ્રભાઈ મોરડીયાએ હળવદ મામલતદાર વી.કે. સોલંકી અને તેના પરિવારનું અભિવાદન કરી આભાર વ્યકત કર્યો હતો.

- text