હળવદ : આજે શનિવારે હાસ્યનું હુલ્લડ મચાવશે દેવેન વ્યાસ

- text


મોરબી જિલ્લા રમત ગમત કચેરીના હાસ્ય દરબારમાં હાજર રહેવા જાહેર આમંત્રણ

હળવદ : તા.૨૩ને શનિવારે વાણીયાવાડ ખાતે રાત્રે હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત – સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર તેમજ કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા રમત ગમત અધિકારી કચેરી મોરબી દ્વારા કરવામાં આવનાર છે.
મોરબીના જાણીતા હાસ્ય કલાકાર અને ટીવી આર્ટિસ્ટ દેવેન વ્યાસ આ કાર્યક્રમમાં હાસ્યરસ પીરસનાર છે. લોકરંજનના આ કાર્યક્રમમાં પધારવા માટે જિલ્લા રમત ગમત કચેરીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text