મોરબી જિલ્લા પોલીસે રક્તદાન કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી

- text


એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ રક્તદાન કર્યું

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા પુલવામાં ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ રક્તદાન કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.

કાશ્મીરના પુલવામાં ખાતે તાજેતરમાં સીઆરપીએફના જવાનો પર આત્મઘાતી હુમલો થતા ૪૪ જવાનો વીરગતિ પામ્યા છે. આ શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોને સમગ્ર દેશમાંથી વિરાજલી આપવામાં આવી રહી છે ત્યારે લોહીની જરીરીયાતવાળા દર્દીઓની લોહીની જરીરીયાત પુરી પાડી શહીદોને રક્તરૂપી સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સોસાયટી અંતર્ગત આજે તાલુકા પોલીસ મથકના આવોસોની આંગણવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના સૌજન્યથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ તથા 200થી વધુ પોલીસ કર્મચારીઓએ રક્તદાન કરીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text