મોરબી: ન્યૂ એરા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉજવ્યો સ્માઈલ એન્ડ ગિવ ડે

- text


પ્રી પ્રાઈમરી સ્કૂલના બાળકોએ ઝૂંપડપટ્ટીનાં બાળકોને વસ્તુઓનું વિતરણ કર્યું

મોરબી: આજે આખું ભારત જ્યારે પુલવામા આતંકી હુમલાને કારણે શોકગ્રસ્ત છે ત્યારે ન્યૂ એરા પબ્લિક સ્કૂલના ભૂલકાઓએ આજરોજ ‘સ્માઈલ એન્ડ ગિવ ડે’ની ઉજવણી કરી હતી, જે અંતર્ગત આજે સ્કૂલના બાળકોએ મોરબીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઇને જરૂરિયાતમંદ બાળકોને કપડા, રમકડાં, બિસ્કીટ વગેરે જેવી વસ્તુઓનું વિતરણ કર્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે વિતરણ કરનારા આ બાળકો પ્રી પ્રાઈમરી શાળાના છે, પરંતુ આ નાના નાના બાળકોએ જરૂરિયાતમંદ બાળકોને પોતાના હાથે દાન કરીને તેઓના ઉદાસ ચહેરા પર ખુશી લાવવાનું સરાહનીય કાર્ય કર્યું હતુ.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text