મોરબીમાં 17 સીરામીક કંપની સાથે કરોડોની છેતરપીંડી કરનાર વડોદરાનો વેપારી ઝડપાયો

- text


સીરામીકની ટાઇલ્સ ખરીદીને ઉધોગકારોના પૈસા ડુબાડી દેવામાં આરોપી માહિર ખેલાડી હોવાનું ખુલ્યું

મોરબી : મોરબીમાં 17 સીરામીક કારખાનાના માલિકો સાથે વિશ્વાસ કેળવીને વડોદરાના વેપારીએ ટાઇલ્સની મોટા પ્રમાણમાં ખરીદી કરીને રૂ.2.96 કરોડનું ફુલેકુ ફેરવ્યું હતું જોકે આ શખ્સે પહેલા ટાઇલ્સ ખરીદી કરીને નાનું પેમેન્ટ ચૂકવી દેતા સીરામીક ઉધોગકારો વિશ્વાસમાં આવી જતા આ શખ્સે મોટો હાથ માર્યો હતો. આથી સીરામીક કારખાનેદારની ફરિયાદ પરથી 2.96 કરોડની ઠગાઈ કરનાર વડોદરાના વેપારીને એલસીબીએ ઝડપી લીધો હતો.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા સીરામીક ઉધોગપતિ વિશાલભાઈ જીવરાજભાઈ અમૃતિયાએ વડોદરાના વેપારી રવિ કિશોર પાઉ સામે રૂ, 2.96 કરોડની છેતરપીંડી આચરી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે વડોદરાના આ વેપારીએ સીરામીક ટાઇલ્સની ખરીદી માટે મોરબીના અલગ અલગ સીરામીક કારખાનાનો સંપર્ક સાધી સીરામીકની ટાઇલ્સ ખરીદી હતી અને તે વખતે પ્રથમ સમયે જ આ વેપારીએ ખરીદી કરેલી સીરામીક ટાઇલ્સનું પેમેન્ટ ચૂકવી દીધું હતું આથી ફરિયાદી તથા અન્ય ઉધોગકારો વિશ્વાસમાં આવી ગયા હતા, બાદમાં આ વેપારીએ મોટા પ્રમાણમાં સીરામીકનો માલ મંગાવ્યો હતો અને ઓર્ડર મુજબ મોરબીની 17 સીરામીક ફેકટરીઓએ માલ મોકલાવી દીધો હતો. ત્યાર બાદ આરોપીએ બાકીના પેમેન્ટ ચુકવવામાં ગલ્લા તલ્લા કરી ફોન પણ બંધ કરી દીધો હતો.

આરોપીએ કેરા વિટ્રીફાઈડ તેમજ સ્કાજેન વિટ્રીફાઈડ, ક્રીપ્તોન ગ્રેનેટો, રામેસ્ટ ગેનેટો, સેઝ વિટ્રીફાઈડ, સિલ્ક ટચ વિટ્રીફાઈડ, કેવીટા ગ્રેનેટો, સોરેન્તો ગ્રેનેટો, એલીકા વિટ્રીફાઈડ, મોડ સિરામિક લી. કેડીલેક ગ્રેનીટો, હોલીસ વિટ્રીફાઈડ, મલ્ટી સ્ટોન ગ્રેનીટો, ઈટકોસ ગ્રેનાઈટો, ડોનાટો વિટ્રીફાઈડ અને ફ્રીઓરેન્ઝા ગ્રેનીટો એમ કુલ ૧૭ સિરામિક ફેક્ટરી માંથી એક વર્ષ દરમિયાન માલ મંગાવીને ૨.૯૬ કરોડથી વધુનું પેમેન્ટ નહિ ચૂકવીને છેતરપીંડી આચરી હોવાની જીલ્લા એસ.પી સમક્ષ ફરિયાદ આવતા આ બાબતની વિધિસર મોરબી તાલુકા પોલીસ મથકમાં આજે ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે એલ.સી.બીએ તત્કાળ વડોદરાના આ અંઠગ વેપારીને ઝડપી લીધો હતો. એલસીબીની પૂછપરછમાં આ શખ્સ વિશ્વાસ કેળવીને માલ ખરીદયા બાદ ઉધોગકારોના લાખો રૂપિયા ડુબાડી દેવામાં માહેર ખેલાડી હોવાનું ખુલ્યું છે. આથી આ આરોપીએ કેટલા ઉધોગકારો સાથે ચિટીંગ કર્યું તે બહાર લાવવા અને નાણાં પરત મેળવવા માટે રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

- text

મોરબી સિરામીક એશોસીએસન પૈસા ડુબાડતા વેપારીઓ સામે લાલઘુમ

હમણા ઘણા સમય થયા સિરામીક ઉધોગ મંદીના માહોલમાં હતો અને તેના કારણે ઘણા વેપારીઓ મોરબીના ઉધોગકારોને જાણતા અજાણતા છેતરી જતા હતા. આ બાબતને સિરામીક એશોસીએસનની કમીટી અને પ્રમુખોએ ગંભીરતાથી લઇ અને જુદા જુદા રાજ્યોમાં જે પણ વેપારી એકથી વધુ ફેક્ટરી સાથે તેમજ ૧ કરોડથી વધુ રકમનુ ફ્રોડ કર્યુ હોય તેવા વેપારીઓનુ લીસ્ટ બનાવી અને તેના ઉપર હવે પછી કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે અને તેનો અમલ કરવા માટે બધા જ પ્રમુખોએ કટીબધ્ધતા દર્શાવવા સાથે તેમને કાયદાનુ ભાન કરાવવા એક ઝુંબેશ હાથ ધરવાનુ નકકી કરવામા આવ્યુ છે. આવા વેપારીઓ ઉપર કાયદાકીય તજવીજ કરવા એશોસીએસન તેમના મેમ્બરોને સંપુર્ણ સહયોગ આપીને ઉધોગકારોને જરૂરી બધી જ કાયદાકીય સવલતો સાથે ગુન્હોગારને તેમના ગુન્હાની સજા આપવા માટે બધુ જ કાયદાકીય રીતે કરી છૂટશે અને તેવા વેપારીઓના જે તે રાજયમા પણ તેમના એશોસીએસનને જાણ પણ કરશે . હવે પછી મોરબીમાં કોઇ પણ વેપારી જો પેમેન્ટ નહી આપે તો એશોસીએસન તેમની સામે કડક કાયદાકીય પગલા લેશે. અત્યારની પરીસ્થતિમાં પૈસા ડુબે તે પાલવે તેમ નથી ત્યારે આવા ખોટા વેપારીઓની સામે લાલ આંખ કરીને કાયદાનુ ભાન કરવા કટીબધ્ધ છીયે તેવું ઠરાવવામાં આવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text