મોરબી પાલિકા તંત્ર ગેરકાયદે હોડીગ્સ બેનરો પર તવાઈ ઉતારશે

- text


વિજ્ઞાપન એજન્સીઓને ચાર દિવસમાં હોડીગ્સ બેનરો દૂર કરવાની તાકીદ અન્યથા પાલિકા તંત્ર ઝુંબેશ હાથ ધરશે

મોરબી : મોરબી પાલિકા તંત્રએ શહેરમાં ચારેકોર ગેરકાયદે ખડકાયેલા હોડીગ્સ અને બેનરો પર તવાઈ ઉતારવાની કાર્યવાહી હાથ ધરી છે.આ માટે પ્રથમ વિજ્ઞાપન એજન્સીઓ અને વ્યાપારી મંડળોને 4 દિવસમાં હોડીગ્સ બેનરો દૂર કરવાની તાકીદ કરાઈ છે.તેમ છતાં નહિ હટાવે તો પાલિકા તંત્ર હોડીગ્સ બેનરો હટાવવાની ઝુંબેશ હાથ ધરશે

મોરબી પાલિકા તંત્રએ શહેરમાં ગેરકાયદે ખડકાયેલા હોડીગ્સ અને બનેરો સામે લાલ આંખ કરી છે.પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર વિજ્ઞાપન એજન્સીઓ તથા વ્યાપારી મંડળોને જોગ એક જાહેર નોટિસ જારી કરી છે.જેમાં જણાવ્યા મુજબ શહેરમાં ચારેકોર મંજૂરી વગર જુદીજુદી જાહેરાતના હોડીગ્સ અને બેનરો લગાડવામાં આવ્યા છે.જે ગેરકાયદે હોય અને જાહેરહિત માટે જોખમકારક હોવાથી જે તે જવાબદાર વિજ્ઞાપન એજન્સીઓ અને વ્યાપારી મંડલોને 4 દિવસ માં તેમના શહેરમાં જે તે સ્થળે લગાવેલા બેનરો હોડીગ્સને હટાવી લેવાનું પાલિકા તંત્રે ફરમાન જાહેર કર્યું છે.જો ચાર દિવસમાં નહિ હટે તો પાલિકા તંત્ર ગેરકાયદે લાગેલા હોડીગ્સ અને બેનરોને હટાવી દેશે તેમ જણાવ્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાલિકા તંત્રએ આવી નોટિસ જહેર કરી હતી પણ જવાબદારોએ આ નોટીસને ન ગણકારતા અંતે પાલિકા તંત્રએ હોડીગ્સ બેનર હટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને અમુક સ્થળોએ આવી કાર્યવાહી કર્યા બાદ અસરકાર રીતે કાર્યવાહી જારી ન રાખતા શહેરમાં ઠેરઠેર આવા હોડીગ્સ બેનેરો રહી ગયા હતા અત્યારે શહેર જાણે કે હોડીગ્સ બેનરથી ઢકાયેલું હોય તેવી સ્થિતિ જોવા મળે છે.ત્યારે હવે પાલિકા તંત્ર શહેરને ગેરકાયદે હોડીગ્સ બેનરથી મુક્ત કરવી શકશે કે કેમ તે જોવાનું રહ્યું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text