મોરબીની પ્રથમ કોન્સેપ્ટ સ્કૂલ ગ્રીન વેલી ઇન્ટરનેશનલનો શુભારંભ

- text


૩૫ વિઘા જમીન પર નિર્માણ પામેલી આ શાળામાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે એડવેન્ચર અને સ્પોર્ટ સહિતની અવનવી પ્રવૃતિઓ પણ કરાવાશે

મોરબી : મોરબીની પ્રથમ કોન્સેપ્ટ સ્કૂલ ગ્રીન વેલી ઇન્ટરનેશનલનો શુભારંભ થયો છે. અલ્ટ્રા વિઝન સ્કૂલની આ નવી શાળાનું જય વસાવડા હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ૩૫ વિઘા જમીન પર નિર્માણ પામેલી આ શાળામાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે એડવેન્ચર અને સ્પોર્ટ સહિતની અવનવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવનાર છે.

ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલએ મોરબીની પ્રથમ કોન્સેપ્ટ સ્કૂલ છે. જેમાં ૧ થી ૯ ધોરણના બાળકોને વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ દ્વારા કેળવવામાં આવશે. જાણીતા વક્તા અને લેખક જય વસાવડાના હસ્તે મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત વિઝન ડોક્યુમેન્ટના લોન્ચ દ્વારા અલ્ટ્રા વિઝન સ્કૂલની આ નવી શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મોરબી અને ટંકારા વિસ્તારમાંથી આવેલા ૪ હજાર જેટલા વાલીઓએ આ ઘટના ને પ્રત્યક્ષ નિહાળી હતી.

- text

સમગ્ર ગ્રીન વેલી ટીમે શિક્ષણમાં વૈજ્ઞાનિક અભિગમથી ક્રાંતિ અને વૈચારિક ક્રાંતિની ખાત્રી આપી હતી. વાલીઓનો પ્રતિસાદ જોતા થોડા દિવસોમાં એડમીન ફૂલ થઇ જવાની સંભાવનાઓ શાળા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ નવનિર્મિત શાળા ૩૫ વિઘા જમીન પર બનાવવામાં આવી છે. જેમા રેગ્યુલર અને ડે સ્કૂલ છે. શાળામાં સીબીએસઇ અને જીએસઇબીના અભ્યાસક્રમની સાથે સાથે રમત ગમત, રોબિટીક્સ, ઘોડે સવારી, સ્વામીગ, રાઇફલ શૂટિંગ વગેરે દ્વારા સર્વાંગી વિકાસ ની પરિકલ્પના પૂર્ણ થશે.

શાળાના સંચાલકો શિક્ષણ ક્ષેત્રના મહારથી છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા શિક્ષણ આપવાની નેમ સાથે વિનોદભાઈ ખાંડીવાર, ફાઉન્ડર અને ચેર પર્શન, ગ્રીન વેલી એ જણાવેલ કે તેમનો બે દાયકાનો શિક્ષણનો અનુભવ, બાળકોમાં પાયાથી શુ આપવું જોઈએ અને શું ખૂટે છે તેનું રિસર્ચ રેડી છે. જેનો લાભ આ સ્કૂલના તમામ બાળકોને મળશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text