ટંકારા : જૂથ અથડામણના ઇજાગ્રસ્તોને રાજકોટ રીફર કરાયા

- text


 

પોલીસે શકમંદોની અટકાયત કરી : ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ

ટંકારા : ટંકારામા જૂથ અથડામણની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ૬ લોકોને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે પોલીસે શકમંદોની અટકાયત કરવાની સાથે ફરિયાદ નોંધાવની પણ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના દવાખાના રોડ પર સંજરી સિઝન સેન્ટર નજીક આજે બે જુથ વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મામલો વધુ બિચક્યો હતો. બન્ને જૂથો સામ-સામે આવી જતા રસ્તા પર લાકડી, પાઈપ, ઈંટ અને તીક્ષણ હથિયારો સાથે ઝગડો થયો હતો. જેમા ટંકારાના માજી સરપંચ ઈભુભાઈ ઈશાભાઈ અબ્રાણી, હનિફ મામદભાઈ સંધી, ગફાર ઈભુભાઈ સંધી,હાસમ ઈભુભાઈ સંધી, મામદ મુસાભાઈ સંધી અને સલેમાન મુસાભાઈ સંધીને ઈજાઓ પહોંચી હતી જેને નજીકના સિવીલ હોસ્પિટલ બાદ રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.

- text

આ હુમલો જુની અદાવતનો ખાર રાખી અને હાલ થોડી બોલાચાલી બાદ થયો હોવાનું સુત્રોએ જણાવ્યું છે જોકે વધુ વિગત ફરિયાદ બાદજ સામે આવશે.હાલ પોલીસે ઘટના સંદર્ભે ફરિયાદની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસે આ ઘટના બાદ તુરંત જ શકમંદોને ઝડપી પાડયા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને કોઈ છમકલું ન થાય માટે પેટ્રોલીંગ શરૂ કરી દીધુ છે.

- text