મોરબીમાં પીધેલી હાલતમાં પાંચ તેમજ દેશી દારૂના જથ્થા સાથે ત્રણ પકડાયા

- text


હળવદ અને માળિયામાંથી એક-એક તેમજ વાંકાનેરમાંથી ત્રણ પીધેલા પકડાયા

મોરબી : મોરબીમાં પીધેલી હાલતમાં પાંચ શખ્સો તેમજ દેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ત્રણ ઇસમોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે વાંકાનેર પોલીસે ત્રણ તેમજ હળવદ અને માળિયા પોલીસે એક-એક શખ્સને પીધેલાને પકડી પાડ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં પીધેલી હાલતમાં ફરતા તેમજ દેશી દારૂ સાથે પકડાયેલા શખ્સો સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોરબી પોલીસે વાવડી ચોકડીએથી કિશન પ્રદીપભાઈ વ્યાસ અને ધવલ મુળજીભાઈ વારનેશિયા, વિશિપરામાંથી ઇમરાન કરિમભાઈ નોતીયાર, પંચાસરથી સહદેવસિંહ કાનુભા ઝાલા અને રવજી કમાભાઇ ચાવડાને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.

- text

આ સાથે વાકાનેર પોલીસે દેવજી ઉર્ફે હકો બાબુભાઇ ડેડાણીયા, હરસુખ વજેભાઈ મકવાણા અને કમલેશ સોમાભાઈ મેરને, માળિયા પોલીસે અલારખા કરીમભાઈ બદીયાણાને તેમજ હળવદ પોલીસે ગોપી ઉર્ફે અનિલ હરિભાઈ ગોહેલને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા.આ ઉપરાંત મોરબી પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ત્રાજપરથી વિનુબેન દિનેશભાઇ અદગામા, ઘુંટુ નજીકથી રાજેશ લાલજીભાઈ મકવાણા અને જાંબુડિયાથી જીતુ પ્રેમજીભાઈ સુમેસરાને પકડી પાડ્યા હતા.

 

- text