મોરબી : 30 કલાકના રેસ્ક્યુ ઓપરેશનના અંતે ઘવાયેલા પક્ષીનો બચાવ

- text


રાજપર ગામે તળાવમાં પતંગની દોરીથી ઘવાયેલા પેલીકન પક્ષીને મહામહેનતે બચાવી જામનગરની હોસ્પિટલે ખસેડયું

મોરબી : મોરબીના રાજપર ગામે તળાવમાં પાંતગની દોરીથી ધવાયેલું પેલીકન પક્ષી ફસાયું હતું આથી મોરબી વન વિભાગ અને યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ તથા રાજકોટની વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન ટ્રસ્ટે 30 કલાકના રેસ્ક્યુ ઓપરેશનના અંતે આ પક્ષીને સફળતાપૂર્વક બચાવીને તેને જામનગરની પક્ષી હોસ્પિટલમાં ખસેડયું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પાંતગની દોરીથી ઘાયલ થયેલું પેનિકન નામનું પક્ષી મોરબીના રાજપર ગામે આવેલા તળાવમાં ફસાઈ ગયુ હતુ અને આ પક્ષીના જીવ ઉપર જોખમ ઉભું થયું હતું.આ બનાવની જાણ થતાં મોરબી વન વિભાગ અને યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ તથા રાજકોટની વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો રાજપર ગામે દોડી ગયા હતા અને તળાવમાં ખુપેલાં પક્ષીને બચાવી લેવા તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધયુ હતું.તળાવમાં ખુપેલાં પેલીકન પક્ષીને બચાવવા 30 કલાક સુધી લગાતાર રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને દોઢ દિવસની મહામહનેતે પક્ષીને સફળતાપૂર્વક તળાવમાંથી બહાર કાઢીને તેને તાત્કાલિક જામનગરની આધુનિક પક્ષી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોચાડ્યું હતું. વનતંત્ર અને આ સંસ્થાઓએ ઉમદા કામગીરી કરીને પક્ષીનો જીવ બચાવ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text