માળીયામાં બંધ પડેલી કોટન મિલમાંથી 40 ઇલે.મોટરની ચોરી

- text


તસ્કરો મિલના પાછળના ભગે શટર તોડી ₹ 96 હજારની કિંમતની ઇલે.મોટરો ઉઠાવી ગયા

મોરબી : માળીયાના ચાચાવદરડા ગામની સીમમાં બધ પડેલી કોટન મીલમાં તસ્કરો ખબકયા હતા અને મીલના પાછળના ભાગે આવેલ શટરને તોડીને રૂ.96 હજારની કિંમતની 40 ઇલે.મોટરની ચોરી કરી ગયા હતા.રાજકોટ રહેતા મીલ માલિકે આ ચોરીના બનાવની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ ચોરીના બનાવની માળીયા પોલીસે મથકેથી મળતી વિગતો અનુસાર માળીયા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં આવેલી કવન કોટન પ્રા. લી. મીલ બધ હાલતમાં છે.ત્યારે ગત તા.28 થી 31 જાન્યુઆરી સુધીમાં તસ્કરો ત્રાટકયા હતા અને મીલના પાછળના ભાગે આવેલ શટરને તોડીને તસ્કરો અંદર પ્રવેશીને મીલમાં ચરખા પાસે ફિટ કરેલી 40 ઇલેક્ટ્રોનિક મોટરની ચોરી કરી ગયા હતા.આ બનાવની જાણ થતાં રાજકોટના રીગરોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થમાં રહેતા કોટન મીલના મલિક જીતેન્દ્રભાઈ પોપટભાઈ ભાલારાએ પોતાની મીલમાંથી રૂ.96 હજારની કિંમતની ચોરી થયાની આજે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવાની મથામણ શરૂ કરી છે.

- text