શિશુમંદિરના બાળકોએ ફળોમાંથી કૃતિઓ બનાવીને રજુ કરી

- text


મોરબી : શકત શનાળાના સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓએ પોતાની જાતે બનાવેલી ફળોની કૃતિઓ રજૂ કરવામાં આવી. જયારે વિદ્યાર્થીઓને આ કૃતિઓ બનાવવાનું કારણ પૂછવામાં આવ્યુ ત્યારે તેઓએ કહ્યું કે તેમને આનાથી વિવિધ ફળોને ઓળખતા શીખ્યા અને તેમાં રહેલા પોષકતત્વો વિશે જાણ્યું, એટલું જ નહીં એ ખાઈને તે પોષકતત્વો પણ મેળવ્યા અને સમૂહ જીવન જીવતા શીખ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે શિશુમંદિરમાં ઘણા વિષયોનું જ્ઞાન ગુરુકુળ પદ્ધતિથી આપવામાં આવે છે, જેમાં ઉદ્યોગ એક આધારભૂત વિષય છે. પ્રાચીન પરંપરામાં ઋષિઓ દ્વારા જે રીતે જ્ઞાન આપવામાં આવતું એ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે, અને ક્યારેક તો શિક્ષક વિદ્યાર્થીઓને નહીં, વિદ્યાર્થીઓ શિક્ષકને શીખવે છે. આ વિદ્યાલયમાં પોતાની અંદર રહેલી કળાને પ્રગટ કરવા માટેની એક અલગ દુનિયા આવેલી છે.

- text

- text