મોરબીના જાબુંડિયા નજીક બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત

- text


મોરબી : મોરબીના જાબુંડીયા નજીક બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જાબુંડિયા નજીક નેશનલ હાઇવે પર તા. ૧૦ ના રોજ બાઇક પર જેન્તીભાઈ મોહનભાઈ શેખવા રહે. મચ્છોનગર વાળા બાઇક પર પસાર થઈ રહ્યા હતા. આ વેળાએ તેઓનું બાઇક સ્લીપ થતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ સારવાર દરમિયાન તેઓએ દમ તોડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text