મોરબીમાં પીધેલી હાલતમાં પાંચ તેમજ દેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા

- text


ટંકારા અને માળિયામાંથી પીધેલી હાલતમાં એક-એક તેમજ હળવદમા દેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા

મોરબી : મોરબીમાં પીધેલી હાલતમાં પાંચ તેમજ દેશી દારૂના જથ્થા સાથે ચારને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે હળવદ પોલીસે દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા. જ્યારે માળિયા અને ટંકારા પોલીસે પીધેલી હાલતમાં એક-એક શખ્સને ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પોલીસે ગઈકાલે દારૂ પીધેલી હાલતમાં મોડપરથી ભરતભાઇ ઉર્ફે પોપટભાઇ પાલાભાઇ બડધા, લાલપર કેનાલ પાસેથી સીદીક ગફુર માણેક, શનાળા રોડ પરથી ચંદુભાઇ છગનભાઇ વાઘેલા અને અબ્દુલભાઇ સલેમાનભાઇ કૈડાને પકડ્યા હતા. જ્યારે દેશી દારૂના જથ્થા સાથે લાલપર કેનાલ પાસેથી સદામભાઇ ઇલીયાસભાઇ કટીયા, જેતપર રોડ પરથી વિપુલભાઇ પાંચાભાઇ લોખીલ, માળીયા વનાળીયા સોસાયટીમાંથી સોનલબેન અબ્બાસભાઇ કટીયા અને ઇન્દિરાનગરમાથી રૂખીબેન રાજેશભાઇ રામજીભાઇ સાતોલાને ઝડપી પાડ્યા હતા.

- text

આ ઉપરાંત માળિયા પોલીસે વાગડીયા ગામેથી ઉહબીબભાઇ હાજીભાઇ જંગીયાને તેમજ ટંકારા પોલીસે રાજુભાઇ દિનેશભાઇ વિકાણીને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. જ્યારે હળવદ પોલીસે નવલસિંહ ભગવતસિંહ ઝાલા અને ધુડાભાઇ વશરામભાઇને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text