ટંકારાના હરબટીયાળી ગામે યુવતીનો ગળાફાંસો ખાઈને આપઘાત

- text


ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામે યુવતીએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના હરબટીયાળી ગામે રહેતા સોનલબેન ભરતભાઈ છગનભાઈ ઝાપડા (ઉ. વ. ૨૭)એ આજે બપોરના ૨ વાગ્યાના અરસામાં પોતાના ધરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી યુવતીના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ આદરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text