મોરબી અને ટંકારામાં પણ વરસાદી ઝાપટું

- text


મોરબી : આજે સોમવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં અચાનક વાતાવરણના પલટા સાથે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં મોરબી જિલ્લામાં વાંકાનેર બાદ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા.

શિયાળામાં ચોમાસાનો માહોલ સર્જાતા શહેરીજનો અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આજે સોમવારે બપોર બાદ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને સાંજે વાંકાનેર અને મોરબી પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે વરસાદી ઝાપટાના પગલે અમુક વિસ્તારોમાં થોડીવાર માટે વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. વાતાવરણમાં વાદળ છાયા મહોલની સાથે કમોસમી વરસાદથી ખેડૂતો અને ઉદ્યોગકારોના ચેહરા પર પણ ચિંતના વાદળો છવાઈ ગયા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text