મોરબીના મજૂર યુવાનની પ્રામાણિકતા : રસ્તામાંથી મળેલું પાકીટ મૂળ માલિકને સોંપ્યુ

- text


કોઈ પણ પ્રકારના લોભ પ્રલોભનમા આવ્યા વગર યુવાને પાકીટના માલિકનો સામેથી સંપર્ક સાધી તેની અમાનત પરત કરી

મોરબી : મોરબીમા મજૂરી કામ કરતા યુવાને રસ્તામાંથી મળેલું પાકિટ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. આ યુવાને લોભ પ્રલોભનમા આવ્યા વગર મૂળ માલિકનો સંપર્ક સાધીને તેને પાકીટ પરત આપતા પાકિટના માલિકે તેનો આભાર વ્યક્ત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રાપ્ય વિગતો મુજબ મોરબીના કુમાર સ્ટુડીયો વાળા હાર્દીકભાઈ વૈધ કોઈ કામ સબબ પરિવાર સાથે રાજકોટ ગયેલ અને પરત આવતી વખતે ગૌરીદળ મુકામે ચા-નાસ્તા માટે રોકાયા હતા. ત્યા પૈસા ચુકવ્યા બાદ તેઓ પાકીટ ભુલી ગયા હતા. જેમા રૂ. ૨૦૦૦૦ રોકડા ઉપરાંત અન્ય અગત્યના દસ્તાવેજો હતા.

હાર્દીક ભાઈ પાકીટ ભૂલીને ત્યાં થી નિકળી ગયા હતા. તેઓ થોડે દુર જતા તેઓ ને ફોન આવ્યો કે આપનુ પાકીટ ગૌરીદળ મુકામે થી મળેલ છે તો આપ આવી ને લઈ જશો. તે પાકીટ ભંગારની ફેરી કરતા, મોરબી ઉમા રીસોર્ટ પાછળ ઝુંપડપટ્ટીમા રહેતા નરેશભાઈ ગુલાબભાઈ બાવાજીને મળ્યુ હતુ. તેણે કોઈ પણ પ્રકારના લોભ લાલચમા આવ્યા વગર પાકીટ મૂળ માલીકને પરત કરી પ્રામાણીકતાનુ ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text