મોરબી જિલ્લાના ૪ શિક્ષકોને રાજયકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદ કરાયા

- text


જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ૪૦ શિક્ષકોએ ભાગ લીધો : ઉત્તમ પ્રોજેકટ રજૂ કરનાર શિક્ષકોની રાજ્યકક્ષાએ પસંદગી

મોરબી : મોરબીમાં જિલ્લા કક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૪૦ જેટલા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પૈકી ૪ શિક્ષકોની રાજયકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી કરવામાં આવી છે.

મોરબીના ત્રી મંદિર ખાતે જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૪૦ જેટલા શિક્ષકોએ સર્વોત્તમ શૈક્ષણિક પ્રોજેકટ સાથે ભાગ લીધો હતો. આ પ્રોજેકટમાં ભાગ લેનાર શિક્ષકોમાંથી ૪ શિક્ષકોની રાજયકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી કરવામાં આવી છે.

- text

જેમાં પ્રાથમિક વિભાગમાં ટંકારા તાલુકાની નેકનામ કન્યા શાળાના શિક્ષિકા સુષ્માબેન પડાયા, વાંકાનેર તાલુકાની રાતી દેવડી કન્યા શાળાના શિક્ષિકા ડો. પાયલબેન ભટ્ટ, ભેરડા પ્રાથમિક શાળાના શિક્ષક અમિતભાઇ દેથરિયા જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી મોરબીની ધી વી.સી. ટેક હાઈસ્કૂલના શિક્ષક અમિતભાઇ તન્ના ઉત્તમ શૈક્ષણિક પ્રોજેકટ બદલ રાજયકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી પામ્યા છે.

- text