ટંકારા : ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનુ ઝળહળતું પરિણામ

- text


સામાન્ય ફી માં અભ્યાસ કરતી સાયન્સની વિધાર્થિનીઓએ મસમોટી ફી લેનાર સંસ્થા સાથે ખભે-ખભો મિલાવ્યો

ટંકારા : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર ૨૦૧૮માં લેવાયેલ bsc. sem 5 નું પરિણામ જાહેર થયું છે જેમાં ટંકારાની ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજ એ 79%પરિણામ મેળવ્યું છે તમામ પાસ થનાર ને સંસ્થાના પ્રમુખ ઓરપેટ પરિવાર અને આચાર્ય અતુલ માકાસણા સહિત તમામ શિક્ષકો દ્વારા તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા.

Bsc સેમેસ્ટર – ૫, ના જાહેર થયેલા પરિણામોમાં ચનીયારા ડોલી પ્રવીણભાઈ પ્રથમ નંબર, કૈલા જીલ શૈલેષભાઈ દ્વિતીય નંબર, દલસાણીયા ધાર્મી દિનેશભાઈ ત્રીજો ક્રમ મેળવ્યો છે. જ્યારે પાચોટીયા મમતા, રૂપાલા દીક્ષા, ચાડમીયા ધરતી, જીવાણી ધારા, રાજપરા કાજલ, ભાગીયા હેતલ, અને સંધાણી નિરાલી ટોપ ટેનમા સ્થાન મેળવ્યું છે તમામ છાત્રો એ સંકુલ અને ટીચરનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text