Bscના પરિણામમાં ડંકો વગાડતી મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજ

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ઓક્ટોબર ૨૦૧૮ માં લેવાયેલ Bsc સેમ-5ની પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર થતા મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડી જિલ્લાના ટોપટેનમાં ત્રણ સ્થાન હાંસલ કર્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ઓક્ટોબર ૨૦૧૮ માં લેવાયેલ Bsc સેમ-5ની પરીક્ષામાં મોરબી જિલ્લામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની મોરડીયા દિશા હરેશભાઇ ૯૨.૨૨ % સાથે સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમક્રમે ઉત્તીર્ણ થઈ છે જ્યારે પરમાર અસ્મિતા જયંતીભાઈ ૯૧.૧૧ % માર્ક્સ સાથે જિલ્લામાં દ્વિતીય અને ઝાલરીયા હસ્તીબેન જયંતીભાઈ ૯૦% માર્ક્સ સાથે જિલ્લામાં ચતુર્થક્રમે આવી છે.

- text

આ ઉપરાંત નવયુગ મહિલા સાયન્સ કોલેજમાંથી ૮૦ ટકા માર્ક્સ સાથે ૨૦, ૭૦ટકા માર્ક્સ સાથે ૪૫ અને ૬૦% માર્ક્સ સાથે ૬૬ વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને સમગ્ર સ્ટાફગણ દ્વારા તેજસ્વી તારલાઓનો અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text